<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

૫૩ ભાગેડુઓ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયા છે

વિજય માલ્‍યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઇલ ૫૩ ભાગેડુઓએ મળીને ભારતની બેન્‍કોને ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્‍યો છે

નવી દિલ્‍હી,તા.૦૨: કેન્‍દ્ર સરકારે સંસદમાં દેશની બેન્‍કિંગ સિસ્‍ટમને ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા આર્થિક ગોટાળા કરનારા ગુનેગારોનો એક વિસ્‍તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ વિજય માલ્‍યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઇલ ૫૩ ભાગેડુઓએ મળીને ભારતની બેન્‍કોને ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્‍યો છે. આ રિપોર્ટ જાહેર કરવાની સાથે સરકારે સાફ સંદેશો આપ્‍યો છે કે કોઈ ગુનેગાર ભલે સાત સમંદર પાર જતો રહે એની ગરદન પકડવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે.

(10:15 AM IST)