હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરના મોરચે રાહતઃ આતંકી હિસામાં મોટો ઘટાડો
જોકે, આતંક અને દહેશતનો માહોલ હજી પણ સંપૂર્ણપણે દૂર થયો નથી

જમ્મુઃ કાશ્મીરના મોરચે એક સારા સમાચાર છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદથી સંબંધિત હિસામાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. જોકે, આતંક અને દહેશતનો માહોલ હજી પણ સંપૂર્ણપણે દૂર થયો નથી, અને સરહદ પારથી જોખમ યથાવત્ છે.
ગયા મહિને (નવેમ્બર)માં માત્ર બે હત્યાઓ સાથે, આતંકી હિસાએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે (ઓછી હિસાના સંદર્ભમાં).
અધિકારીક રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૪માં ૩૦ નવેમ્બર સુધી આતંકી ઘટનાઓમાં કુલ ૧૧૬ મૃત્યુ થયા છે. જેમાં ૪૨ આતંકવાદી, ૨૯ સુરક્ષાકર્મી અને સૌથી વધુ ૫૩ નાગરિકો પાક સમર્થિત આતંકવાદનો ભોગ બન્યા છે.
નોંધનીય ઘટનાઓ
આ વર્ષે એપ્રિલ મહિનો સૌથી વધુ લોહિયાળ રહ્યો હતો, જેમાં ૪૩ મૃત્યુ નોંધાયા હતા.
આ વર્ષે સૌથી મોટો આતંકી હુમલો ૨૨ એપ્રિલે પહેલગામના બેસરન વેલી વિસ્તારમાં થયો હતો, જ્યાં આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓને મારી નાખ્યા હતા.
આંકડા દર્શાવે છે કે હિસામાં ઘટાડો થયો હોવા છતાં, પાક સમર્થિત આતંકવાદની દહેશત હજી પણ પ્રવર્તમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
