હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈમરાન ખાનનો જેલ ત્રાસ: 'ફાંસીના માંચડા' જેવા રૂમમાં માનસિક ટોર્ચર! પરિવાર અને PTIના ગંભીર આરોપો
અડીયાલા જેલમાં પૂર્વ PMને સંપૂર્ણ એકાંતમાં રાખવામાં આવ્યા: બહેન ઉઝમાનો 'માનસિક ત્રાસ'નો દાવો, પુત્ર કાસિમનું આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓને હસ્તક્ષેપ માટે આહ્વાન

રાવલપિંડી: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન હાલમાં ખૈબર પખ્તુનખ્વાની અદિયાલા જેલમાં કયા સંજોગોમાં છે, તે અંગેની વિગતો તેમની બહેન ઉઝમા ખાનમ, પુત્ર કાસિમ અને પીટીઆઈ નેતા બેરિસ્ટર ગૌહરના નિવેદનો દ્વારા સામે આવી છે. આ ત્રણેયે જેલમાં ઈમરાનની સ્થિતિ અંગે ગંભીર આરોપો મૂક્યા છે, જે દર્શાવે છે કે ઈમરાનને માત્ર કેદ જ નહીં, પણ તીવ્ર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
ઈમરાન ખાનની બહેન ઉઝમા ખાનમે ૨૦ મિનિટની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે ઈમરાન ખાનની તબિયત સારી છે, પરંતુ તેમને સંપૂર્ણ એકાંત માં રાખવામાં આવ્યા છે. ઉઝમાએ દાવો કર્યો કે ઈમરાનને આખો દિવસ બંધ રૂમમાં રાખવામાં આવે છે અને કોઈની સાથે વાત કરવાની મંજૂરી નથી, જે સ્પષ્ટપણે માનસિક ત્રાસ છે. ઈમરાને આ મુલાકાત દરમિયાન ગુસ્સો વ્યક્ત કર્યો અને આ પરિસ્થિતિ માટે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને જવાબદાર ઠેરવ્યા.
ઈમરાન ખાનના પુત્ર કાસિમએ પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમના પિતાને અદિયાલા જેલના એવા ભાગમાં રાખવામાં આવ્યા છે જેને સામાન્ય રીતે 'ફાંસીનો માંચડો' કહેવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈમરાનને આખો દિવસ નાના, અંધારાવાળા અને બંધ રૂમમાં રાખવામાં આવે છે, જે ગંભીર માનસસિક તણાવનું કારણ બની શકે છે. કાસિમે ભારપૂર્વક જણાવ્યું કે ઈમરાન ખાનને સામાન્ય કેદીઓને મળતી મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી નથી અને તેમણે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
પીટીઆઈના વરિષ્ઠ નેતા બેરિસ્ટર ગૌહરે જેલ પ્રશાસન પર કોર્ટના આદેશોનું પાલન ન કરવાનો અને ઈરાદાપૂર્વક મુલાકાતો અટકાવવાનો આરોપ લગાવ્યો છે. ગૌહરના મતે, ઈમરાન ખાન પર રાખવામાં આવી રહેલી અસામાન્ય દેખરેખ અને તેમને યોગ્ય કાનૂની સલાહકારોને મળવાની મંજૂરી ન આપવી એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે અને તેનો હેતુ માત્ર પૂર્વ વડા પ્રધાન પર રાજકીય અને માનસિક દબાણ વધારવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
