<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અમદાવાદમાં બનશે ભારતનું એકમાત્ર ૧૬ માળનું રેલવે સ્‍ટેશન

૧૬ માળની ઇમારતમાં માત્ર ટ્રેનના પ્‍લેટફોર્મ જ નહીં, પરંતુ એક મોટો પાર્કિંગ વિસ્‍તાર, ઓફિસ સ્‍પેસ, દુકાનો, કોમર્શિયલ ઝોન, લાઉન્‍જ, રેસ્‍ટરૂમ અને આધુનિક રેસ્‍ટરૂમનો પણ બનાવવામાં આવશે : બુલેટ ટ્રેન, મેટ્રો, નિયમિત ટ્રેન સેવાઓ અને બસ પરિવહન પણ ઉપલબ્‍ધ રહેશે

નવી દિલ્‍હી, તા.૩: ભારતમાં રેલવે સેવાઓ દિવસેને દિવસે વિસ્‍તરી રહી છે. અદ્યતન ટ્રેનો અને સ્‍ટેશનો સ્‍થાપવામાં આવી રહ્યા છે. હવે, ભારતમાં પહેલું ૧૬ માળનું રેલવે સ્‍ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ રેલવે સ્‍ટેશન દેશના આધુનિક ટ્રાંસપોર્ટ કેન્‍દ્રોમાંનું એક બનશે. તે દેશના ૭ હજારથી વધુ રેલવે સ્‍ટેશનોમાં અનોખું હશે, કારણ કે તે ફક્‍ત ટ્રેનો માટે જ નહીં, પરંતુ બસો, મેટ્રો અને વાણિજ્‍યિક જગ્‍યા માટે પણ મહત્‍વનું માનવામાં આવી રહ્યું છે. ત્‍યારે ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર એ છે કે, આ રેલવે સ્‍ટેશન અમદાવાદમાં બની રહ્યું છે.

અમદાવાદનું નવું રેલવે સ્‍ટેશન ૫૦૮ કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઇ-સ્‍પીડ ટ્રેન કોરિડોર પર એક મુખ્‍ય સ્‍ટોપ બનશે. જાપાની સહાયથી વિકસિત, આ બુલેટ ટ્રેન (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન) પ્રોજેક્‍ટ ભારતનો પ્રથમ શિંકનસેન-શૈલીની હાઇ-સ્‍પીડ મુસાફરી લાવશે. આ સ્‍ટેશન પશ્‍ચિમ રેલવે પ્‍લેટફોર્મ ૧૦, ૧૧ અને ૧૨ ઉપર બનાવવામાં આવશે, અને કાલુપુર મેટ્રો સ્‍ટેશન સાથે સીધું કનેક્‍શન હશે.

જણાવી દઈએ કે, ઇમારતની ડિઝાઇનમાં અમદાવાદની સંસ્‍કળતિ બતાવવામાં આવશે. ઉપરની છત ઉડતા પતંગોથી ભરેલા આકાશ જેવી હશે. બાહ્ય દિવાલો સીદી સૈયદ જાળીથી પ્રેરિત હશે, જે તેના સુંદર પથ્‍થરકામ માટે પ્રખ્‍યાત છે. પરંપરા અને ટેકનોલોજી આ સ્‍ટેશનને એક અનોખું સ્‍થાપત્‍ય આકર્ષણ બનાવશે.

સામાન્‍ય રેલવે સ્‍ટેશનથી વિપરીત, આ નવું બાંધકામ બહુવિધ પરિવહન સેવાઓને એક સ્‍થળે બનાવી દેશે. બુલેટ ટ્રેન, મેટ્રો, નિયમિત ટ્રેન સેવાઓ અને બસ પરિવહન પણ ઉપલબ્‍ધ રહેશે. એક જ જગ્‍યાએ તમામ સેવાઓ હોવાથી મુસાફરોને મુસાફરી કરવી ખૂબ જ સરળ રહેશે અને સમય પણ બચાવશે.

૧૬ માળની ઇમારતમાં માત્ર ટ્રેનના પ્‍લેટફોર્મ જ નહીં, પરંતુ એક મોટો ર્પાકિંગ વિસ્‍તાર, ઓફિસ સ્‍પેસ, દુકાનો, કોમર્શિયલ ઝોન, લાઉન્‍જ, રેસ્‍ટરૂમ અને આધુનિક રેસ્‍ટરૂમનો પણ બનાવવામાં આવશે. ઝડપી અવરજવર માટે ટ્રાન્‍ઝિટ સુવિધાઓ પણ બનાવવામાં આવશે. સ્‍ટેશનનો હેતુ પ્રવાસીઓ, રોજિંદા મુસાફરો અને શહેરના રહેવાસીઓને આરામ અને સુવિધા પૂરી પાડવાનો છે.

અધિકારીઓ જણાવી રહ્યા છે કે, આ પ્રોજેક્‍ટ જુલાઈ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સ્‍ટેશન ભવિષ્‍યની મુસાફરીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્‍યું છે, જે તમામ મુખ્‍ય વિસ્‍તારોને જોડશે.

આસપાસના વિસ્‍તારોમાં રસ્‍તાઓને અપગ્રેડ કરવામાં આવશે, જે વધુ સારી પરિવહન લિંક્‍સ આપશે. પૂર્ણ થયા પછી, આ હબ સ્‍થાનિક વ્‍યવસાયોને વેગ આપશે, પર્યટનનો વિકાસ કરશે અને પરિવહન સેવાઓમાં વધારો કરશે, જેનાથી સમગ્ર શહેરના વિકાસને વેગ મળશે.

મુંબઈ-અમદાવાદ હાઇ-સ્‍પીડ ટ્રેન જાપાનની અદ્યતન ચ્‍૫ શ્રેણીની બુલેટ ટ્રેન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. તે ૩૨૦ કિમી/કલાકની ઝડપે દોડશે. તે ભારતીય મુસાફરોને વિશ્વસ્‍તરીય, ઝડપી અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

 

 

 

(3:17 PM IST)