News of Thursday, 4th December 2025
પાન મસાલાના પેકેટોમાં છૂટક વેચાણ કિંમત અને અન્ય તમામ ફરજિયાત વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જરૂરી
પાન મસાલાની કંપનીઓએ હવે કરવું પડશે આ પાલન, સરકારે જાહેર કર્યો નિર્દેશ

મુંબઇ તા.૪: પાન મસાલા બનાવતી કંપનીઓ માટે અપડેટ આવ્યું છે. જેમાં સરકારે નિર્ણય લીધો છે કે, હવે કોઈ પણ સાઈઝ કે વજનના પાન મસાલાના પેકેટોમાં છૂટક વેચાણ કિમત અને અન્ય તમામ ફરજિયાત વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જરૂરી રહેશે.
ગ્રાહક બાબતોના વિભાગે પાન મસાલા કંપનીઓ માટે એક મોટો ફેરફાર અમલમાં મૂક્યો છે. હવે કોઈ પણ સાઈઝ કે વજનના પાન મસાલાના પેકેટોમાં છૂટક વેચાણ કિમત અને અન્ય તમામ ફરજિયાત વિગતો સ્પષ્ટપણે દર્શાવવી જરૂરી રહેશે. આ નિયમમાં લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ ૨૦૧૧ હેઠળ સુધારો કરાયો. જે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી દેશભરમાં અમલમાં આવશે. આ તારીખથી બધી નિર્માતા, પેકર્સ અને આયાતકાર તેનું પાલન કરવાનું રહેશે.
આ સુધારાની નાના પેકેટો પર સૌથી વધુ અસર થશે. જૂની સિસ્ટમ હેઠળ ૧૦ ગ્રામ કે તેથી ઓછા વજનના નાના પેકેટોને અમુક ઘોષણામાંથી મુક્તિ આપવામાં આવી હતી. નવી સિસ્ટમમાં આ મુક્તિ હવે પાછી ખેંચી લેવામાં આવી છે. હવે ૧૦ ગ્રામ કે તેથી ઓછા વજનના પેકેટોમાં પણ છૂટક વેચાણ કિમત અને તમામ ફરજિયાત ઘોષણાઓ સ્પષ્ટપણે છાપવાની રહેશે. સરકારે નિયમ ૨૬(a) હેઠળ જૂની જોગવાઈને દૂર કરીને પાન મસાલા માટે આ નવો નિયમ ઉમેરતા એક જાહેરનામું (GSR 881(E)) બહાર પાડ્યું છે.
આ પગલું ગ્રાહકોને પારદર્શક ભાવ માહિતી પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય નાના પેકેટ પર ગેરમાર્ગે દોરતા ભાવોને રોકવાનો છે જેનાથી ગ્રાહકો વધુ જાણકારી અને યોગ્ય નિર્ણય લઈ શકે.
બધા પેકેટ પર RSP ફરજિયાત બનાવવાથી પાન મસાલા પર RSP-આધારિત GST માળખાના અમલીકરણને સરળ બનશે. જેનાથી GST કાઉન્સિલના નિર્ણયોનો અસરકારક અમલ સુનિヘતિ થશે. તેનાથી ટેક્સ એસેસમેન્ટમાં પારદર્શિતા આવશે અને મહેસૂલ વસૂલાતમાં વધારો થશે.(૩૮.૩)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
