તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Thursday, 4th December 2025
૧૮ વર્ષના યુવક સાથે ૫ બાળકોની મા ભાગી ગઈ
માની મમતા પર આશિકનો પ્રેમ ભારે પડયો : મહિલા પહેલા તો પોતાના આશિકના ઘરે પહોંચી, પત્નીને શોધતા શોધતા પતિ પણ તેના આશિકના ઘરે પહોંચી ગયો, ત્યારબાદ બધા મંદિરમાં ગયા. ત્યાં પતિની હાજરીમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મંદિરમાં સાત ફેરા લીધા

આંબેડકરનગર,તા.૦૪: આમ તો બોલિવૂડની ફિલ્મોમાં હંમેશા પ્રેમને આંધળો બતાવ્યો છે, પણ ઘણી વાર સામાજિક જીવનમાં તે ડાયલોગ ચરિતાર્થ થતો પણ જોઈ શકાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પાંચ બાળકોની મા પોતાના ૧૮ વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ અને પછી તેની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા.
આ મહિલા પહેલા તો પોતાના આશિકના ઘરે પહોંચી. પત્નીને શોધતા શોધતા પતિ પણ તેના આશિકના ઘરે પહોંચી ગયો. ત્યાર બાદ બધા મંદિરમાં ગયા. જ્યાં પતિની હાજરીમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મંદિરમાં સાત ફેરા લીધા.
તો વળી પતિ પોતાના પાંચ બાળકોને લઈને ઘરે જતો રહ્યો. કહેવાય છે કે મહિલા દેવરિયા જિલ્લાના રહેવાસી છે. તો વળી તેનો આશિક આંબેડકરનગર જિલ્લાનો રહેવાસી છે. આપને જણાવી દઈએ કે, આ અગાઉ મે મહિનામાં આંબેડકરનગર જિલ્લાના બસખારી વિસ્તારમાં ત્રણ બાળકોની મા બીજી વાર પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. મહિલા ગોવિંદ સાહેબ મંદિરમાં પ્રેમી સાથે લગ્ન કરી તેના ઘરે રહેવા લાગી. મહિલા અગાઉ પણ એક વાર ભાગી ચૂકી હતી.
હવે તેનો પહેલો પતિ પોલીસના ચક્કર કાપી રહ્યો છે. બસખારી વિસ્તારના ઘુન્નેપુર નિવાસી જિતેન્દ્ર કુમાર દિવ્યાંગ છે. તે પોતાની પત્ની સાથે ઘરે રહેતો હતો. કહેવાય છે કે જિતેન્દ્રની પત્નીને પ્રેમ થઈ ગયો. એક વર્ષ પહેલા મહિલાના ગામના જ રાજકુમારને દિલ દઈ બેઠી. પ્રેમ એટલો આગળ વધ્યો કે બંને છુપાઈને મળવા લાગ્યા. બંને મળતા હોવાની વાત તેના પતિને થઈ ગઈ. તેના પર પતિ-પત્ની વચ્ચે વિવાદ થવા લાગ્યો. પતિ પોતાની પત્નીને રોકતો હતો. વિરોધ કરતો હતો.(૪૦.૬)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
