<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ભારતની ૩ સૌથી સુરક્ષિત બેન્કઃ SBI, HDFC બેંક અને ICICI બેંક!

RBIએ કહ્યું ....જો આમાં ખાતું હોય તો નહીં ડૂબે તમારા રુપિયા! : RBI મુજબ, SBI, ICICI બેંક અને HDFC બેંકે તેમનો D-SIB દરજ્જો જાળવી રાખ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, D-SIB યાદીમાં સામેલ આ બેંકોનું પતન દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી શકે છે અને સરકારને પણ તેમનું પતન પરવડી શકે તેમ નથી

મુંબઈ,તા.૦૪: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી બેન્ક (HDFC Bank) અને આઈસી આઈસીઆઈ બેંકે (ICICI Bank) ડોમેસ્ટિક સિસ્ટેમેટિક ઈમ્પોર્ટન્ટ બેન્ક એટલે કે D-SIBનો દરજ્જો જાળવી રાખ્યો છે. આ એ બેંકો છે, કયારેય મુશ્કેલીમાં પડે તો દેશની ઈકોનોમી પર ખરાબ અસર થઈ શકે છે. જેથી આ બેન્કોને સરકાર અને આરબીઆઇ થોડા કડક નિયમો હેઠળ રાખે છે.

D-SIB લિસ્ટમાં સામેલ બેંકોએ પોતાની પાસે વધારાની કેપિટલ રાખવી પડે છે. જેથી કોઈ સંકટમાં તે મજબૂત રહે. RBI અનુસાર, ICICI બેન્કને ૦.૧૦ ટકા, HDFC બેન્કને ૦.૪૦ ટકા અને SBI ૦.૮૦ ટકા વધારાની કેપિટલ રિસ્ક વેઈટેડ એસેટ્સના રેશિયોમાં જાળવી રાખવાની રહેશે.

D-SIB લિસ્ટમાં છે ભારતની ૩ સૌથી સુરક્ષિત બેન્ક- SBI, HDFC બેંક અને ICICI બેંક દેશની અર્થવ્યવસ્થા માટે એટલી મહત્વની છે કે તેમને ટુ બિગ ટુ ફેઇલ (Too Big to Fail) કહેવામાં આવે છે. આ D-SIB બેંકો જો ડૂબી જાય તો દેશની અર્થવ્યવસ્થા હલી જશે અને સરકાર તેમનું પતન સહન નહીં કરી શકે.

તેથી સરકાર અને RBI તેમની સ્થિરતાની ખાતરી કરવા માટે દરેક શકય પગલાં ભરે છે. D-SIB લિસ્ટમાં સામેલ થનાર બેંકોને પોતાના બકેટ અનુસાર વધુ કોમન ઇકિવટી ટીયર ૧ જાળવી રાખવી જરૂરી છે. આ એ કેપિટલ છે, જેના દ્વારા રિસ્કને સરળતાથી મેનેજ કરી શકાય છે. D-SIB લિસ્ટમાં સામેલ બેંકોએ તેને વધુ રાખવી પડે છે.

વર્ષ ૨૦૧૪માં આવ્યો હતો D-SIBનો કોન્સેપ્ટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ D-SIB ફ્રેમવર્કને જુલાઈ ૨૦૧૪માં જાહેર કર્યું હતું. જે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે જણાવે છે કે કઈ-કઈ બેંકો તેમાં સામેલ છે. જે અંતર્ગત જે બેંકોની સિસ્ટમ પર વધુ અસર થાય છે, તેમને વધુ કેપિટલ રાખવાની રહે છે.

જેથી સંકટના સમયે પણ તે સ્ટેબલ રહે. જો કોઈ વિદેશી બેન્ક ભારતમાં કામ કરે છે અને તે ગ્લોબલ સિસ્ટેમેટીકલી ઈમ્પોર્ટન્ટ બેન્ક (G-SIB) ની યાદીમાં છે, તો તેને પણ ભારતમાં વધારાની કેપિટલ રાખવાની જરૃર પડે છે.

(11:47 AM IST)