<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

પુતિન સાથે ભારત આવી રહ્યા છે ૭ મંત્રીઓ

રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન ૪-૫ ડિસેમ્‍બર દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિન અને વડાપ્રધાન મોદી ૪ ડિસેમ્‍બરે અનૌપચારિક મુલાકાત કરશે. ૫ ડિસેમ્‍બરે બંને નેતાઓ વચ્‍ચે ઔપચારિક બેઠક અને તમામ મુખ્‍ય કરારો પર હસ્‍તાક્ષર થશે. આ દરમિયાન, ૧૦ સરકારી અને ૧૫થી વધુ વ્‍યાપારિક કરારો પર હસ્‍તાક્ષર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે કુલ ૨૫ મુખ્‍ય કરારો પર હસ્‍તાક્ષર થવાની અપેક્ષા છે. પુતિન ૨૩મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં પણ હાજરી આપશે.

પુતિનની ભારત યાત્રા દરમિયાન તેમની સાથ ૭ મંત્રીઓ પણ આવશેઃ  રક્ષા મંત્રી આન્‍દ્રે બેલોસોવ, કળષિ મંત્રી ઓક્‍સાના લુત, આરોગ્‍ય મંત્રી મિખાઇલ મુરાશ્‍કો, પરિવહન મંત્રી આન્‍દ્રે નિકિતિન, આર્થિક વિકાસ મંત્રી મેક્‍સિમ રેશેટનિકોવ, નાણા મંત્રી એન્‍ટોન સિલુઆનોવ, ગળહ મંત્રી વ્‍લાદિમીર કોલોકોલ્‍ટસેવ.

રશિયાના સેન્‍ટ્રલ બેંકના ગવર્નર એલ્‍વીરા નબીયુલિના અને નાયબ વિદેશ મંત્રી આન્‍દ્રે રૂડેન્‍કો પણ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઇગોર સેચિન (રશિયન તેલ કંપની રોઝનેફ્‌ટના વડા) અને પ્રખ્‍યાત મીડિયા એડિટર માર્ગારીતા સિમોન્‍યાન સહિત અગ્રણી રશિયન ઉદ્યોગપતિઓ પણ ભારતની મુલાકાતે છે. પુતિન અને સિમોન્‍યાન ભારતમાં એક નવી ટીવી ચેનલ, RT ઇન્‍ડિયાના લોન્‍ચમાં ભાગ લેશે.

વિદેશ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ મુલાકાત દરમિયાન કેટલાય ક્ષેત્રોમાં કરારો પર હસ્‍તાક્ષર થવાની અપેક્ષા છે - જેમાં વેપાર, અર્થતંત્ર, આરોગ્‍ય, શિક્ષણ, સંસ્‍કળતિ, મીડિયા, શ્રમ અને શ્રમ ગતિશીલતા. રશિયામાં કામદારોની જરૂરિયાત વધી રહી છે. તેથી, ભારત અને રશિયા મળીને રશિયામાં ભારતીય કામદારો માટે સલામત અને સારી તકો પૂરી પાડવા માટે શ્રમ ગતિશીલતા કરાર કરશે. ભારત-રશિયા વેપારમાં ભારતની વેપાર ખાધ ઘટાડવા પર પણ ચર્ચા થશે, જેમાં ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે. (રર.૪)

(11:32 AM IST)