News of Thursday, 4th December 2025
૬ ડિસેમ્બર ૧૯૯૨ થી ૬ ડિસેમ્બર ૨૦૨૫ની સફર, બાબરી મસ્જિદની ૩૩ મી વરસી, ૫૦૦ વર્ષ જૂના વિવાદની સમયરેખાની એક એક ઝલકઃ હિન્દુ અને મુસ્લિમ એમ બંને પક્ષોના સામ સામા હતા દાવા
અયોધ્યાનો પ્રાચીન ભૌગોલિક પરિચય, કૌશલ રાજ્યની રાજધાની હતી અયોધ્યા, રઘુકુળ (સૂર્યવંશી) રાજાઓનુ શાસન કેન્દ્ર બાબરી મસ્જિદનો પરિચયઃ માન્યતા અનુસાર મુગલ શાસન દરમિયાન આ મસ્જિદનુ થયું હતું નિર્માણ, ઇતિહાસ અને તેનો વિવાદ, ૯મી નવેમ્બર ૨૦૧૯ ના રોજ આવ્યો ઐતિહાસિક ચુકાદો અને દાયકાઓ જૂના કાનૂની વિવાદનો અંત

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ ૬ ડિસેમ્બર ૨૦૨૫ કે જે બાબરી મસ્જિદ ની ૩૩ મી વરસી ગણાય છે,૫૦૦ વર્ષ જૂનો વિવાદ કે જે સામ સામે દાવા,વિરોધ ,રેલી, આંદોલન, કાનૂની પ્રક્રિયાથી અયોઘ્યા રામમંદિર નિર્માણ સુધી ચાલ્યો, આવો આપણે ઉપરોક્ત વિવાદ ને સમજવા નો પ્રયત્ન કરીએ....
અયોધ્યા કે જે હિન્દુઓ પ્રભુ શ્રી રામનો જન્મ સ્થાન માને છે, ધાર્મિક માન્યતા અનુસાર અહીં અગાઉ હિન્દુ મંદિર હતું, જે તોડી મુગલ કાળ માં મસ્જિદ બનાવવા માં આવી આની શરૂઆત થઈ વર્ષ ૧૮૫૦ થી જે ચાલી વર્ષ ૨૦૨૫ સુધી
સૌ પ્રથમ આપણે અયોધ્યા નો પ્રાચીન ભૌગોલિક પરિચય મેળવીએ, અયોધ્યા (સાકેત) કૌશલની રાજધાની હતી, જે ઉત્તર ભારતના ગંગા - યમુનાના દ્વિઆબ વિસ્તાર માં પવિત્ર સરયુ નદીના દક્ષિણ કિનારે વસેલ હતી, અહીં વશિષ્ઠ આશ્રમ, હનુમાન ગઢી, નંદીગ્રામ જેવા પૌરાણિક સ્થળો આવેલ હતા, પ્રાચીન માન્યતા અનુસાર મોક્ષદાયી સાત પુરીઓમાંની એક હતી અયોધ્યા... જેનું વર્ણન બ્રહ્માંડ પુરાણ અને શ્વેતવારાહ વગેરે ગ્રંથો માં જોવા મળે છે, રઘુકુળ ( સૂર્યવંશી ) રાજા ઓ નુ પ્રાચીન શાસન કેન્દ્ હતું કે જ્યાં ભગવાન શ્રી રામ નો જન્મ થયો હતો.
ત્રેતાયુગથી અયોધ્યા પવિત્ર મનાય છે, વાલ્મિકી રામાયણમાં રામ જન્મ અયોધ્યામાં થયાનુ દિવ્ય વર્ણન, સ્કંદ પુરાણમાં અયોધ્યાનો સર્વ તીર્થમાં ઉત્તમ મોક્ષદાયીની નગરી તરીકે ઉલ્લેખ, હજજારો વર્ષથી અયોધ્યા પ્રાચીન તીર્થધામ ગણાય છે.
હવે જો આપણે બાબરી મસ્જિદનો પરિચય જોઈએ તો બાબરી મસ્જિદ ઉત્તર પ્રદેશના સરહદીયું શહેર અયોધ્યામાં આવેલ હતી અને માન્યતા અનુસાર ૧૫૨૮ કે ૧૫૨૯માં મુગલ શાસન દરમિયાન નિર્મિત કરી દેવાઈ, અનેક હિન્દુઓની માન્યતા હતી કે મસ્જિદ નિર્માણ પહેલા ત્યાં એક હિન્દુ મંદિર હતું અને તે સ્થાન ભગવાન શ્રી રામનો જન્મ સ્થાન હતું.
શરૂ થયો આ વિવાદ જે આશરે ૫૦૦ વર્ષ ચાલ્યો, જેમાં અનેક વિરોધ, આંદોલન, હિન્દુ ઓની એકતા માટે રથયાત્રા, તોફાનો હિસા, કોર્ટ કચેરી થઈ ને એક સુખદ પરિણામ પહોંચી, જે બંને પક્ષો એ માન્ય રાખી ને વિવાદ ઉપર પુર્ણવિરામ મુકાયું, જે સ્થાને આજે ભવ્ય રામ મંદિર નિર્માણ કરાયું, અને દેશ વિદેશ ના કરોડો લોકો નું આસ્થા કેન્દ્ તરીકે સ્થાન ધરાવે છે, આ ૫૦૦ વર્ષ ના દોર ને સંક્ષીપ્ત માં જોઈએ તો.....
અયોધ્યા વિવાદની આશરે ૫૦૦વર્ષ ની સમયરેખાઃ વર્ષ ૧૫૨૮ થી ૧૫૫૦ દરમ્યાન મુસ્લિમ શાસક બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ થયાનું ઐતિહાસિક દાવો કરાઈ રહીયો છે,હિદુ પક્ષ કહે છે કે એ સ્થળે પૂર્વે શ્રી રામજન્મભૂમિ મંદિર હતું.
વર્ષ ૧૬૦૦ થી વર્ષ ૧૭૦૦ દરમ્યાન ધાર્મિક વિવાદની પ્રાથમિક ચર્ચાઓ, પરંતુ મોટા પ્રમાણમાં વિસ્તૃત સંઘર્ષ હતો નહીં.
વર્ષ ૧૮૫૩માં પ્રથમ વખત અયોધ્યામાં ધાર્મિક અથડામણ, હિદુમુસ્લિમ વચ્ચે પવિત્ર સ્થળ અંગે તણાવ વધ્યો, જે આગળ વધતો જ ગયો
વર્ષ ૧૮૫૯માં બ્રિટિશ સરકારે મસ્જિદમંદિર બાઉન્ડ્રી પર ફેન્સિંગ કરી, આ જગ્યા નો ( મસ્જિદ )નો અંદરનો ભાગ મુસ્લિમો માટે અને બહારનો મંચ (ચબૂતરો) હિંદુઓ માટે પૂજા માટે, એવું કહેવામાં આવ્યું., જેની સામે
વર્ષ ૧૮૮૫માં હિદુ મહંત રઘુબીર દાસે ચબૂતરા પર મંદિર બાંધવાની મંજુરી માટે કોર્ટમાં કેસ કર્યો કોર્ટએ મંજૂરી ના આપી.
વર્ષ ૧૯૪૯માં રાત્રે મસ્જિદની અંદર રામલલ્લાની મૂર્તિ પ્રગટ. પ્રશાસને એ સ્થળને વિવાદિત જાહેર કરીને તાળા મારી દીધા.
વર્ષ ૧૯૫૦થી વર્ષ ૧૯૬૧ દરમ્યાન અનેક કોર્ટ કેસ હિદુ પક્ષ દ્વારા પૂજા અધિકાર અને મુસ્લિમ પક્ષ દ્વારા મસ્જિદ હક્કનો દાવા માટે કરાયા.
વર્ષ ૧૯૮૪માં વિશ્વ હિદુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન શરૂ.
વર્ષ ૧૯૮૬ કોર્ટના નિર્ણયથી મસ્જિદના તાળા ખોલાયા હિદુઓને પૂજા કરવાની છૂટ નો ઓર્ડર કરાયો.
વર્ષ ૧૯૮૯માં વિવાદિત જમીન સંબંધિત નવો દાવો કરાયો અને નવો કેસ થયો જે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર કરાયો.
આ બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ વિવાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચા માં હતો, હિન્દુ સમાજમાં રામ મંદિર નિર્માણ માટે જનમત જાગૃત કરવા ભાજપ દ્વારા એક અભિયાન હાથ ધરાયું, સપ્ટેમ્બર ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણી એ ગુજરાતના સોમનાથ મંદિર થી એક રથયાત્રાનો પ્રારંભ કર્યો જે ૧૦ થી વધુ રાજ્યોના ૩૦૦ થી વધુ ગામો અને શહેરોમાં થઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચી હતી આ રથયાત્રાનો મુખ્ય ઉદેશ્ય હતો કે રામ મંદિર માટે જનસમર્થનમાં હજારો લોકોને જોડવા અને જેની દેશભરમાં વિશાળ રાજકીય અસર, જોવા મળી, આ આંદોલનને મોટી ઊંચાઈ સુધી પહોંચાડ્યું.
૬ ડિસેમ્બર ૧૯૯૨માં કારસેવકોની ભીડ દ્વારા બાબરી મસ્જિદનું વિધ્વંસ, સમગ્ર ભારતમાં તીવ્ર હિસા ફાટી નીકળી અને તણાવ જોવા મળ્યો.
વર્ષ ૧૯૯૩માં કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યા અધિનિયમ હેઠળ વિસ્તારને કેન્દ્ર શાસન હેઠળ લવામાં આવ્યો.
વર્ષ ૨૦૦૨માં પહેલા ગોધરા અને પછી ગુજરાત ભર માં ભયાનક દંગા ફાટી નીકળ્યા અયોધ્યા મુદ્દાની પૃષ્ઠભૂમિમાં પણ તણાવ ચર્ચાનો વિષય રહ્યો.
વર્ષ ૨૦૦૩એએસઆઈ (Archaeological Survey of India) દ્વારા થયેલ ખોદકામ ના આધારે મંદિરનાં અવશેષ હોવાનું હિદુ પક્ષનો દાવો થયો જેની સામે મુસ્લિમ પક્ષે તર્કો રજૂ કર્યા.
૩૦મી સપ્ટેમ્બરને વર્ષ ૨૦૧૦ના રોજ અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો અને જેમાં વિવાદિત જમીન ત્રણ હિસ્સામાં વહેંચવાનો નિર્ણય (હિદુ-મહંત, મુસ્લિમ વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા). લેવાયો જોકે આ નિર્ણય ને બંને પક્ષો એ સુપ્રીમ કોર્ટેમાં પડકાર્યો
૯મી નવેમ્બર ને વર્ષ ૨૦૧૯ના રોજ ભારતના સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવ્યો આખી જમીન રામ મંદિર માટે હિદુ પક્ષને મુસ્લિમોને અયોધ્યામાં જ ૫ એકર વૈકલ્પિક જમીન ફાળવવા હુકમ કરતા આખરે દાયકાઓ જૂના વિવાદનો કાનૂની અંત.
૫મી ઓગસ્ટને વર્ષ ૨૦૨૦ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે કરાયું.
વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ દરમ્યાન મંદિરનાં વિશાળ નિર્માણ કાર્ય શરૂ થયું યાત્રાધામટુરિઝમ માટે વિકાસ પ્રકલ્પો., આખરેએ ઐતિહાસિક દિવસ આવ્યો જેની રાહ હિન્દુ સમાજ છેલ્લા ૫૦૦ વર્ષ થી જોતો હતો
૨૨મી જાન્યુઆરી ને વર્ષ ૨૦૨૪ના રોજ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મંદિર ભક્તો માટે ખુલ્લું કરાયું જે એક ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષણ બની રહી.
ત્યારબાદ તાજેતરમાં ૨૫મી નવેમ્બરને ૨૦૨૫ના રોજ ધ્વજા રોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, અને આજે કરોડો હિન્દુઓ રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
