News of Thursday, 4th December 2025
કોઈ હુમલો નથી થયો : રાકેશભાઈ રાજદેવના પત્નીની જાહેર સ્પષ્ટતા

મારા પતિ રાકેશભાઈ રાજદેવના કેલિફોર્નિયા સ્થિત મકાન ઉપર હુમલો થયો હોવાની વાત કેટલાક પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થઈ રહી છે. આ અહેવાલોને કારણે તેમના હજારો શુભચિતકો ,
મિત્રો અને સ્નેહીજનો ચિતા અનુભવી રહ્યા છે ત્યારે હું આ જાહેર સ્પષ્ટતા કરું છું કે હુમલાના આ સમાચારો તદ્દન પાયાવિહોણા છે. આ માત્ર અફવા છે.રાકેશભાઈનું કેલિફોર્નિયામાં કોઈ ઘર છે જ નહી અને એ કહેવાતા ઘર ઉપર કે અન્ય કોઈ સ્થળે હુમલાની કોઇ
ઘટના બની જ નથી.
સોશિયલ મીડિયા પરના એક ફેક મેસેજને કારણે આ ખોટા સમાચાર વ્હેતા થયા છે.એ મેસેજમાં જણાવવામાં આવેલી કોઈ પ્રવૃતિમાં અમારી કોઈ સામેલગીરી નથી ત્યારે આવા બદનક્ષીભર્ય ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવા એ ગુનો બને છે અને કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપે છે તેની લાગતા વળગતા લોકો નોંધ લે તેવી વિનંતી. તમામ પ્રસાર માધ્યમો આ સત્ય હકીકત જાહેર કરે તેવી વિનંતી કરું છું.
રૂપા રાકેશ રાજદેવ.(૩૭.૬)
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
