<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મુનીરે જ કરાવી હતી પહેલગામ હુમલામાં ૨૬ નિર્દોષ લોકોની હત્‍યા

ઈમરાન ખાનની બહેને પોલ ખોલી નાખી

 

ઈસ્‍લામાબાદ તા.૫: આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. આ એટેકમાં ૨૬ નિર્દોષ લોકોની હત્‍યા કરી નાખવામાં આવી હતી. ત્‍યાર બાદ ભારતે ઓપરેશન સિદૂર લોન્‍ચ કરી આતંકીઓના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને ખતમ કરી નાખ્‍યા હતા. તો વળી હવે આ મામલે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનૂમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે મુનીરનું એ સત્‍ય દુનિયાની સામે લાવીને મૂકી દીધું છે, જેની શંકા પહેલાથી વ્‍યક્‍ત થઈ રહી હતી. અલીમાએ જણાવ્‍યું કે આ એટેક આસિમ મુનીરે કરાવ્‍યો હતો, જે બાદ પાકિસ્‍તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓ પર ઓપરેશન સિદૂર લોન્‍ચ કર્યું હતું.

હકીકતમાં ઈમરાન ખાનની બહેન અલીમા ખાનૂમ, ઓસ્‍ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતા આ કન્‍ફર્મ કર્યું કે પહેલગામ હુમલા પાછળ આસિમ મુનીરનો હાથ હતો. તેમણે કહ્યું કે, આસિમ મુનીર એક કટ્ટરપંથી ઈસ્‍લામી અને ઈસ્‍લામિક કંઝર્વેટિવ છે, જે ભારત સાથે જંગ કરવા માગે છે. તેમનું કટ્ટરપન જ તેને એ લોકો વિરુદ્ધ જંગ કરવા મજબૂર કરે છે, જે ઈસ્‍લામને નથી માનતા. અલીમાએ કહ્યું કે આ મામલામાં ઈમરાન બાકીના લોકોથી અલગ છે, કેમ કે જ્‍યારે તે સત્તામાં આવે છે તો તે ભારત અને ભાજપ સાથે દોસ્‍તી કરવાની કોશિશ કરે છે.

આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાનને પાકિસ્‍તાનની અદિયાલા જેલમાં રાખવામાં આવ્‍યા છે. અહીં તેમને ટોર્ચર કરવા માટે લાંબા સમય સુધી ફેમિલી સાથે મળવા નથી દેતા. આ દરમ્‍યાન તેમની હત્‍યાની અફવાઓ પણ ફેલાઈ, કોર્ટના ઓર્ડર પણ ન માન્‍યા અને ભારે હોબાળા બાદ આખરે ૨૦ મિનિટ માટે તેમની બહેન ઉઝમાને મળવાની મંજૂરી આપી. બહેનને પોતાના હાલ જણાવતા ઈમરાન ખાને કબૂલ કર્યું કે તેમને મેન્‍ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યા છે અને હત્‍યાનું કાવતરું ચાલી રહ્યું છે.(૩૮.૫)

(9:48 AM IST)