તા. ૨૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૭ ગુરૂવાર
News of Friday, 5th December 2025
સ્માર્ટફોન યુઝર્સની જાસૂસી? ટેલિકોમ કંપનીઓની "ઓલવેઝ ઓન" ટ્રેકિંગની માંગ સામે એપલ-ગુગલનો વિરોધ
આ પ્રસ્તાવ મુજબ, ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાં લોકેશન ટ્રેકિંગ (જીપીએસ) હંમેશા ચાલુ ("ઓલવેઝ ઓન") રાખવાની ફરજ પાડવામાં આવી શકે છે. એટલે કે, જો યુઝર ઈચ્છે તો પણ લોકેશન બંધ કરી શકશે નહીં

સંચાર સાથી એપના વિવાદ બાદ હવે સરકાર સ્માર્ટફોન ટ્રેકિંગને લઈને એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે. હેન્ડસેટ ઉત્પાદક કંપનીઓએ આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે, કારણ કે તે સુરક્ષા અને ગોપનીયતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
ટેલિકોમ જગતમાં ફરી એકવાર ગ્રાહકોની પ્રાઈવસીને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર ટેલિકોમ ઓપરેટરો દ્વારા મુકવામાં આવેલા એક વિવાદાસ્પદ પ્રસ્તાવની સમીક્ષા કરી રહી છે. આ પ્રસ્તાવ મુજબ, ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાં લોકેશન ટ્રેકિંગ (જીપીએસ) હંમેશા ચાલુ ("ઓલવેઝ ઓન") રાખવાની ફરજ પાડવામાં આવી શકે છે. એટલે કે, જો યુઝર ઈચ્છે તો પણ લોકેશન બંધ કરી શકશે નહીં.
આ પ્રસ્તાવ પાછળ નેટવર્ક ઓપ્ટિમાઈઝેશન અને સુરક્ષાના કારણો આપવામાં આવી રહ્યા છે, પરંતુ તેના ગંભીર પરિણામો આવી શકે છે. વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ જેવી કે એપલ, ગુગલ અને સેમસંગે આ પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનું પગલું યુઝર્સની નિજતા (પ્રાઈવસી) પર મોટો હુમલો છે અને તેનાથી ડેટા લીક થવાનું તથા સાયબર સુરક્ષાનું જોખમ વધી જશે.
ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે જો આ નિયમ લાગુ થશે, તો સરકાર અથવા ટેલિકોમ કંપનીઓ કોઈપણ સમયે નાગરિકોનું લોકેશન ટ્રેક કરી શકશે, ભલે તેઓ ફોનનો ઉપયોગ ન કરતા હોય. "સંચાર સાથી" પોર્ટલના ડેટા લીક અથવા દુરુપયોગની ચિંતાઓ હજુ શમી નથી ત્યાં આ નવો પ્રસ્તાવ મોબાઈલ યુઝર્સમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. આગામી દિવસોમાં સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે આ મુદ્દે મોટો સંઘર્ષ જોવા મળી શકે છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
