<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં જબરો રોષ : ભારે હોબાળો મચાવ્યો

આજે પણ કુલ 104 ફ્લાઈટ રદ થઈ જેમાં મુંબઈથી ઉડાન ભરનારી 53 અને મુંબઈ આવતી 51 ફ્લાઈટનો સમાવેશ

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એરપોર્ટ બહાર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે આજે પણ કુલ 104 ફ્લાઈટ રદ થઈ છે, જેમાં મુંબઈથી ઉડાન ભરનારી 53 અને મુંબઈ આવતી 51 ફ્લાઈટનો સમાવેશ થાય છે. અચાનક થયેલી કેન્સલેશન અને ઓથોરિટી તરફથી યોગ્ય તથા સમયસર માહિતી ન મળતાં મુસાફરોમાં આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે તેમની મુસાફરી યોજનાઓ પર ગંભીર અસર પડી છે.

 


 

(6:55 PM IST)