News of Saturday, 6th December 2025
વેરિફાઈડ બેજ અને ડેટાના દુરુપયોગ બદલ યુરોપિયન યુનિયને એલન મસ્કની 'એક્સ' પર ૧૪ કરોડ ડોલરનો જંગી દંડ ફટકાર્યો
આ દંડ ટેક કંપનીઓ માટે એક ચેતવણી સમાન છે કે તેઓએ યુઝર્સની સુરક્ષા અને પારદર્શિતાના નિયમોનું પાલન કરવું જ પડશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) દ્વારા વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવા બદલ યુરોપિયન યુનિયને લાલ આંખ કરી છે. બ્લુ ટિક વેરિફિકેશન અને ડેટા એક્સેસમાં પારદર્શિતાના અભાવને કારણે કંપનીને ૧૪ કરોડ ડોલર (અંદાજે ૧,૪૦,૦૦૦,૦૦૦ ડોલર) નો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુરોપિયન યુનિયનના નિયમનકારોએ એલન મસ્કની માલિકીની કંપની 'એક્સ' પર આકરા પગલાં લીધા છે. આરોપ છે કે 'એક્સ' દ્વારા આપવામાં આવતા 'બ્લુ ચેકમાર્ક' અથવા વેરિફાઈડ બેજ યુઝર્સને છેતરી રહ્યા છે, કારણ કે હવે તે પૈસા આપીને કોઈ પણ મેળવી શકે છે, જે પહેલા વિશ્વસનીયતાની નિશાની હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ સંશોધકોને તેના ડેટાની ઍક્સેસ આપવામાં પણ નિષ્ફળ રહ્યું છે, જે યુરોપિયન યુનિયનના ડિજિટલ સર્વિસીસ એક્ટનું ઉલ્લંઘન છે. આ દંડ ટેક કંપનીઓ માટે એક ચેતવણી સમાન છે કે તેઓએ યુઝર્સની સુરક્ષા અને પારદર્શિતાના નિયમોનું પાલન કરવું જ પડશે.
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
