News of Saturday, 6th December 2025
પાકિસ્તાનની સંસદમાં ગધેડો ઘુસી ગયોઃ સાંસદોને ઠેબે ચડાવ્યા
ગધેડાઓની પાર્લિયામેન્ટમાં વધુ એક...આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે

ઇસ્લામાબાદ તા.૬: પાડોશી દેશ પાકિસ્તાનમાંથી અજીબ-અજીબ હરકતોના વીડિયો વાયરલ થતા રહે છે. પાકિસ્તાનની સંસદની પણ કંઈક આવી જ હાલત છે. પાકિસ્તાનની સંસદનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન સંસદમાં ત્યારે હોબાળો મચી ગયો, જ્યારે ચાલુ સત્ર દરમિયાન અચાનક એક ગધેડો અંદર ઘુસી આવ્યો. થોડી ક્ષણો માટે તો સાંસદો પણ ચોંકી ગયા અને આખા સદનમાં સાંસદો આ ઘટના જોઈ હસવા લાગ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. તેમાંથી એક યુઝરે કોમેન્ટ કરી કે, ગધેડાઓની પાર્લિયામેન્ટમાં વધુ એક...આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
જો કે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, પણ તેનાથીયે વધારે તે પાકિસ્તાનની સંસદની સુરક્ષા પર સવાલો ઊભા કરે છે. જો કે સદનમાં હાજર સાંસદો અને ચેરમેન યુસુફ રઝા ગિલાનીએ આ સ્થિતિને હ્યુમરમાં લેતા સંભાળવાની કોશિશ કરી હતી. પણ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાઓ વહેતી કરી છે.
સેનેટ ચેરમેન યૂસુફ રઝા ગિલાનીએ માહોલ હળવો કરતા કહ્યું કે, જાનવર પણ ઈચ્છે છે કે અમારા કાયદા પર સુનાવણી થાય. આ વાત પર સદનમાં હાજર સાંસદો હસવા લાગ્યા હતા અને થોડી વાર હસી મજાક થવા લાગી.
આ ઘટના બાદ સંસદની સુરક્ષા ટીમે આંતરિક તપાસ શરુ કરી દીધી છે. શરુઆતી રિપોર્ટ્સ અનુસાર, નજીકના ફાર્મમાંથી એક ખુલ્લો સર્વિસ કોરિડોર આ ગધેડાને અંદર આવવાનું કારણ બન્યો. વર્ષ ૨૦૨૩માં પણ આવી જ રીતે એક રખડતો કૂતરો સંસદ પરિસરમાં ઘુસી આવ્યો હતો. ત્યાર બાદ સુરક્ષા વધારવાની સલાહ આપી હતી. હવે આ નવા કેસે ફરી એક વાર સુરક્ષા વ્યવસ્થા પર ચિંતા વધારી દીધી છે.(૩૮.૪)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
