ગંભીર ગુનાઓના કિસ્સામાં પુખ્ત ગણવાની વય મર્યાદા ૧૮થી ઘટાડીને ૧૪ વર્ષ કરવી જોઈએ: જો કોઈ ૧૪ વર્ષથી ઉપરનો કિશોર રેપ કે હત્યા જેવો ગુનો કરે તો તેને સુધારણા ગૃહમાં મોકલવાને બદલે સામાન્ય અપરાધીની જેમ જેલની સજા થવી જોઈએ: ભાજપ સાંસદની માંગ ઉપર ગંભીર ચર્ચા

નવી દિલ્હી: દેશમાં સગીર વયના બાળકો દ્વારા આચરવામાં આવતા હત્યા અને રેપ જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદે જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં મોટા ફેરફારની માંગણી કરી છે. તેમણે સૂચવ્યું છે કે હવે ગુનેગારની ઉંમર નહીં પણ ગુનાની ગંભીરતા જોવી જોઈએ.
સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદે ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે, હાલના સમયમાં ૧૬ થી ૧૮ વર્ષના કિશોરો જઘન્ય અપરાધો કરી રહ્યા છે અને કાયદાની છટકબારીનો લાભ લઈને સજામાંથી બચી જાય છે. તેમણે દલીલ કરી હતી કે બદલાતા સમય સાથે બાળકોમાં શારીરિક અને માનસિક પરિપક્વતા વહેલી આવી રહી છે. તેથી, ગંભીર ગુનાઓના કિસ્સામાં કાયદાકીય રીતે પુખ્ત ગણવાની વય મર્યાદા ૧૮ વર્ષથી ઘટાડીને ૧૪ વર્ષ કરવી જોઈએ. જો કોઈ ૧૪ વર્ષથી ઉપરનો કિશોર રેપ કે હત્યા જેવો ગુનો કરે તો તેને બાળક ગણીને સુધારણા ગૃહમાં મોકલવાને બદલે સામાન્ય અપરાધીની જેમ જેલની સજા થવી જોઈએ. આ પ્રસ્તાવ પર સંસદમાં ગંભીર વિચારણા ચાલી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
