<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

પુતિનનો દુનિયાને સ્પષ્ટ સંદેશ: 'તાલિબાન આતંકવાદ સામે લડી રહ્યું છે, આપણે તેને દુશ્મન નહીં પણ સાથી માનવા પડશે'

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત પ્રવાસ બાદ પાકિસ્તાન અને સમગ્ર વિશ્વને એક ચોંકાવનારો સંદેશ આપ્યો છે. અફઘાનિસ્તાનની સત્તા પર બિરાજેલ  તાલિબાન અંગે પુતિને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે તાલિબાન હવે આતંકવાદનો પર્યાય નથી, પરંતુ આતંકવાદ સામેની લડાઈમાં એક મહત્વનો પક્ષકાર છે. આ નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ) અને અન્ય કટ્ટરપંથી જૂથોનો ખાતમો કરવા માટે તાલિબાન લડી રહ્યું છે. પુતિને સ્વીકાર્યું હતું કે આ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે તાલિબાન સાથે કામ કરવું અનિવાર્ય છે. 

તેમણે કહ્યું કે, "તાલિબાન આતંકવાદનો દુશ્મન છે અને આપણે આ સત્ય સ્વીકારવું જ પડશે." આ નિવેદન પાકિસ્તાન માટે પણ સૂચક માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન પોતે તાલિબાન શાસન અને સરહદી આતંકવાદથી પરેશાન છે. 

 

પુતિનનો ઈશારો સ્પષ્ટ હતો કે મધ્ય એશિયાની સુરક્ષા માટે તાલિબાનને મુખ્ય ધારામાં લાવવું જરૂરી છે, ભલે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરતા હોય.

(2:32 PM IST)