News of Saturday, 6th December 2025
ટ્રમ્પના જન્મજાત નાગરિકતાને ખતમ કરવા બંધારણીય અધિકાર ખરો ? સુપ્રીમ કોર્ટે તપાસ માટે સહમતી દર્શાવી
કોર્ટ આવતા વર્ષે જૂનના અંત સુધીમાં ટ્રમ્પના આદેશ પર પોતાનો ચુકાદો આપે તેવી અપેક્ષા છે.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકતાને ખતમ કરવાના આદેશની બંધારણીય અધિકાર અંગે તપાસ કરવા સહમતિ દર્શાવી છે. ટ્રમ્પ દ્વારા ઈમગ્રેશન (Immgration) પર અંકૂશ લાદવાના તેમના પ્રયાસોનો આ વિવાદાસ્પદ ભાગ છે.
ન્યાયમૂર્તિઓએ નીચલી કોર્ટોના તે આદેશની સામે ન્યાયિક વિભાગની અપીલ અંગે વિચાર કર્યો છે કે જેમાં ટ્રમ્પન કાર્યકારી આદેશને લઈ સ્ટે ઓર્ડર આપ્યો હતો. આ આદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની એજન્સીઓને આદેશ કર્યો હતો કે અમેરિકામાં જન્મેલા બાળકોની નાગરિકતાને માન્યતા આપવામાં ન આવે.
ટ્રમ્પના આદેશ પ્રમાણે જો માતાપિતા પૈકીકોઈ એક US નાગરિક અથવા કાયદેસર કાયમી નિવાસી (જેને ગ્રીન કાર્ડ ધારક પણ કહેવાય છે) ન હોય તો બાળકોને US નાગરિકતા મળવી જોઈએ નહીં.
નીચલી કોર્ટે ચુકાદો આપ્યો કે ટ્રમ્પની નીતિ યુએસ બંધારણના 14મા સુધારા અને જન્મજાત નાગરિકત્વના અધિકારોને સંહિતાબદ્ધ કરતા સંઘીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ચુકાદો માતાપિતા અને બાળકો દ્વારા દાખલ કરાયેલા ક્લાસ એક્શન મુકદ્દમામાં આપવામાં આવ્યો હતો જેમની નાગરિકતા જોખમમાં છે.
યુએસ સુપ્રીમ કોર્ટે હજુ સુધી દલીલો સાંભળવાની તારીખ નક્કી કરી નથી. કોર્ટ આવતા વર્ષે જૂનના અંત સુધીમાં ટ્રમ્પના આદેશ પર પોતાનો ચુકાદો આપે તેવી અપેક્ષા છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
