News of Saturday, 6th December 2025
પાકિસ્તાનથી ઉડીને બીકાનેરમાં આવ્યા બે મોટા શંકાસ્પદ ફુગ્ગા
પોલીસ-એજન્સીઓ સતર્ક થઈઃકોઈ પણ ફુગ્ગામાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નહોતી

બીકાનેર : બોર્ડરથી અડીને આવેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આવેલા શંકાસ્પદ ફુગ્ગાનો સિલસિલો ફરી એક વાર શરૃ થઈ ગયો છે. ખાજૂવાલા વિસ્તાર અને તેની આજુબાજુના ગામલોકો સતત સજાગ છે, કેમ કે મોડી રાતથી લઈને સવાર સુધીમાં બે અલગ અલગ સ્થળ પર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલા ફુગ્ગા મળવાની ઘટના સામે આવી છે. ગામ લોકો સતર્ક હોવાથી તરત પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સૂચના આપી. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને ફુગ્ગાની તપાસ કરી. રાહતની વાત એ છે કે કોઈ પણ ફુગ્ગામાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નહોતી. પણ સરહદી વિસ્તારમાં આવી ઘટનાઓ લોકોમાં સ્વાભાવિક ચિંતા ઊભી કરી રહી છે.
પહેલી ઘટના ખાજૂવાલા વિસ્તારના હરિરામ મંદિર પરિસરમાં બની હતી, જ્યાં સવારે ગામ લોકોએ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો એક ફુગ્ગો જોયો. ગામલોકોએ તરત ખાજૂવાલા પોલીસ ટીમને સૂચના આપી. બીજી ઘટના રાતમાં સામે આવી હતી, જ્યાં 6 SSM સિયાસર વિસ્તારમાં પણ આવી રીતે એક પાકિસ્તાની ફુગ્ગો મળ્યો હતો. બંને ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ફુગ્ગાને કબજામાં લઈ તપાસ કરી અને પુષ્ટિ કરતા તેમાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, વિસ્ફોટક અથવા શંકાસ્પદ સામગ્રી નહોતી મળી. પ્રાથમિક રીતે માનવામાં આવે છે કે, પાકિસ્તાનમાં કોઈ ઇવેન્ટ દરમ્યાન છોડવામાં આવેલા આ ફુગ્ગા હવાની દિશા સરહદ પાર ભારતીય વિસ્તારમાં આવીને પડ્યા હતા. સરહદ વિસ્તાર ખાજૂવાલામાં આ પ્રકારની ઘટનાઓ કંઈ નવી નથી, પણ છેલ્લા કેટલાક દિવસોમાં સતત પાકિસ્તાની ફુગ્ગા મળવાથી સ્થાનિક લોકો સતર્ક થઈ ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે બોર્ડર વિસ્તાર હોવાના કારણે કોઈ પણ અજાણી વસ્તુને લઈને તરત શંકાની નજર જોઈ રહ્યા છે અને તરત પોલીસ તથા સુરક્ષા એજન્સીને સૂચિત કરે છે. આ જ કારણ છે કે બંને ફુગ્ગા મળતા જાણકારી આપવામાં જરા પણ મોડું કર્યું નથી.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
