તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
દિલ્હી અને એનસીઆરમાં લોકો માટે આજનો દિવસ થોડો રાહતમય સાબિત : છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની સવારની ઠંડીથી કંપી રહી હતી પરંતુ આજથી હવામાન થોડું સ્થિર થયુ
મહત્તમ તાપમાન 24°C આસપાસ અને લઘુત્તમ તાપમાન 9°C નોંધાવવાની સંભાવના : જોકે, 9 ડિસેમ્બર પછી તાપમાન ફરી નીચે ઉતરશે અને ઠંડીનો ઝપાટો ફરી વધશે

નવી દિલ્હી તા.૭ : દિલ્હી અને એનસીઆરમાં લોકો માટે આજનો દિવસ થોડો રાહતમય સાબિત થઈ શકે છે કારણ કે બે થી ત્રણ દિવસ સુધી કડકડતી ઠંડીમાં નરમાશ રહેવાની ધારણા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની સવારની ઠંડીથી કંપી રહી હતી પરંતુ આજથી હવામાન થોડું સ્થિર થવાનો અંદાજ છે. 7 ડિસેમ્બરના દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24°C આસપાસ અને લઘુત્તમ તાપમાન 9°C નોંધાવવાની સંભાવના છે. જોકે, 9 ડિસેમ્બર પછી તાપમાન ફરી નીચે ઉતરશે અને ઠંડીનો ઝપાટો ફરી વધશે. દિલ્હી ઉપરાંત મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને રાંચી જેવા શહેરોમાં તાપમાન સામાન્ય ધોરણે રહેવાની શક્યતા છે. હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ઉત્તર ભારત: ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીનો કહેર
ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આજે સવારથી જ ઘેરું ધુમ્મસ છવાઈ ગયું છે. યુપીના લખનૌ, કાનપુર, આગ્રા, બરેલી, મુઝફ્ફરનગર અને ગૌતમ બુદ્ધ નગર સહિતના અનેક શહેરોમાં દૃશ્યતા ઘટી રહી છે. સાથે જ 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવનો ઠંડીને વધુ વેગવંતી બનાવશે. બીજી તરફ બિહારમાં તાપમાનમાં આજે જ 3થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પટના, સમસ્તીપુર, ચંપારણ અને દરભંગા જેવા વિસ્તારમાં ધુમ્મસ અને ઠંડી બંનેનો ડબલ પ્રભાવ જોવા મળશે. બિહારના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 8°C થી પણ નીચે આવી શકે છે. જેના કારણે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
હિમાલય વિસ્તાર: બરફવર્ષા અને ઠંડા પવનની એન્ટ્રી
ઉત્તરાખંડમાં આગામી 36 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાનો ઇશારો છે. નૈનિતાલમાં મહત્તમ તાપમાન લગભગ 21°C અને લઘુત્તમ 7°C સુધી રહેવાની ધારણા છે. સવારના સમયમાં ગાઢ ધુમ્મસ મુસાફરો માટે અડચણ ઊભી કરી શકે છે. પરંતુ બરફવર્ષાની શક્યતા પ્રવાસપ્રેમીઓ માટે આકર્ષણ બની રહી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં પણ બરફ પડવાની સંભાવના વધતી જાય છે, જેના કારણે હિલ સ્ટેશનો પર રોમાંચક ઠંડી અનુભવાઈ શકે છે.
રાજસ્થાન: શીતલહેરની નવી શરૂઆત
રાજસ્થાનમાં પણ ઠંડીની અસર ઝડપથી વધી રહી છે. ખાસ કરીને શેખાવતી વિસ્તાર ઝુનઝુનુ, સીકર અને ચુરુ આવતા દિવસોમાં 7°C જેટલું ઓછું લઘુત્તમ તાપમાન અનુભવશે. મહત્તમ તાપમાન પણ 15°Cની આસપાસ રહેવાની ધારણા છે. જે નવી શીતલહેરની શરૂઆતનું સૂચન કરે છે. ઠંડી વધતા, સામાન્ય જીવન અને સવાર–સાંજની મુસાફરી બંને પર અસર થવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
