ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ગુજરાતની મતદાર યાદીમાં ઐતિહાસિક સફાઈ: ૩૨ લાખથી વધુ નામો કમી: ૧૭ લાખ મૃતકોની ઓળખ: ૩૨.૫૨ લાખ મતદારો "કાયમી સ્થળાંતરિત" હોવાનું સામે આવ્યું છે, જેઓ હવે તેમના નોંધાયેલા સરનામે રહેતા નથી:૧૭.૩ લાખ મતદારોનું અવસાન થઈ ચૂક્યું છે
સઘન તપાસ દરમિયાન અન્ય ડેટા પણ સામે આવ્યો: જેમાં ૭ લાખથી વધુ મતદારો તેમના રજિસ્ટર્ડ સરનામે ગેરહાજર જણાયા: જ્યારે ૩.૩૬ લાખ મતદારોના નામ યાદીમાં ડુપ્લીકેટ હોવાનું ધ્યાને આવ્યું છે

ગાંધીનગર: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી "સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન" (એસ આઇ આર) કામગીરીમાં અત્યાર સુધીની સૌથી મોટી સફાઈ ઝુંબેશ જોવા મળી છે. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ) પી. ભારતીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે, જેમાં લાખોની સંખ્યામાં સ્થળાંતરિત અને મૃતક મતદારોની ઓળખ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણીમાં મોટા પાયે વિસંગતતાઓ સામે આવી છે. ચૂંટણી પંચના સત્તાવાર અહેવાલ મુજબ, કુલ ૩૨.૫૨ લાખ મતદારો "કાયમી સ્થળાંતરિત" (પરમેનન્ટલી રીલોકેટેડ) હોવાનું સામે આવ્યું છે, જેઓ હવે તેમના નોંધાયેલા સરનામે રહેતા નથી. આ ઉપરાંત, ૧૭.૩ લાખ મતદારોનું અવસાન થઈ ચૂક્યું હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે.
સઘન તપાસ દરમિયાન અન્ય ડેટા પણ સામે આવ્યો છે, જેમાં ૭ લાખથી વધુ મતદારો તેમના રજિસ્ટર્ડ સરનામે ગેરહાજર જણાયા છે, જ્યારે ૩.૩૬ લાખ મતદારોના નામ યાદીમાં બેવડાયેલા (ડુપ્લીકેટ) હોવાનું ધ્યાને આવ્યું છે. આ કામગીરી માટે "એન્યુમરેશન ફોર્મ્સ"નું ડિજિટાઇઝેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લો ૯૪.૪૬% ડિજિટાઇઝેશન સાથે રાજ્યમાં મોખરે છે. ચૂંટણી તંત્ર દ્વારા આ યાદીને ક્ષતિરહિત બનાવવા માટેની આ ઝુંબેશની મુદત ૧૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
