News of Sunday, 7th December 2025
હૈદરાબાદ એરપોર્ટ પર ફ્લાઈટના ધાંધિયા: ઈન્ડિગોની ૧૧૫ ફ્લાઈટ્સ રદ, મુસાફરો રઝળ્યા: હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા: ભારે હોબાળો
સતત પાંચમા દિવસે ફ્લાઈટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા અને ભારે હોબાળો મચાવ્યો

હૈદરાબાદ: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ચાલી રહેલી ઓપરેશનલ કટોકટીના કારણે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે પણ અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. સતત પાંચમા દિવસે ફ્લાઈટ્સ રદ થવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
એરપોર્ટ પ્રશાસન દ્વારા મળતી સત્તાવાર વિગતો મુજબ, આજે ઈન્ડિગો એરલાઈન્સની કુલ ૧૧૫ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદ આવતી ૫૪ ફ્લાઈટ્સ અને હૈદરાબાદથી ઉપડતી ૬૧ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા ૫ દિવસમાં દેશભરમાં ઈન્ડિગોની ૫૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ ચૂકી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ આ મામલે ગંભીર નોંધ લીધી છે અને ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને કારણદર્શક નોટિસ ફટકારી છે.
પાયલટ્સની અછત અને રોસ્ટરિંગની સમસ્યાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એરલાઈને મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો દાવો કર્યો છે, પરંતુ અચાનક કેન્સલેશનથી પ્રવાસીઓમાં ભારે રોષ છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
