News of Sunday, 7th December 2025
ભારત અને અમેરિકા વચ્ચે અટકેલી ટ્રેડ ડીલ પર સફળ વાતચીતની આશા : ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ દિવસ બેઠક
આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેશે

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ પર હવે જલ્દી વાતચીત સફળ થવાની આશા વધી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ હવે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેવાની છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર કરારને લઈને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત થવાની અને અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે.
રિપોર્ટ્સ અનુસાર, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે આગામી તબક્કાની વાતચીત માટે આવી રહેલી અમેરિકન ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) રિક સ્વિટ્ઝર કરશે. આ ત્રણ દિવસીય બેઠક 10 ડિસેમ્બરના રોજ શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. તેમજ આ બેઠકમાં ટ્રેડ ડીલને લગતા અટકેલા મુદ્દાઓ ઉપરાંત, ભારત પર લાગુ કરાયેલા અમેરિકન ટેરિફમાં સંભવિત ઘટાડા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
