<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

RBIએ રેપોરેટ ઘટાડાતા જાહેર ક્ષેત્રની બેન્કે હોમ લોન પર વ્યાજ દર ઘટાડ્યા

હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન તથા અન્ય તમામ RLLR (રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ) સાથે સંકળાયેલ ધિરાણનો સમાવેશ

જાહેર ક્ષેત્રની બેન્ક બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BoM)એ રવિવારે રિટેલ લોન પર વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન તથા અન્ય તમામ RLLR (રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ) સાથે સંકળાયેલ ધિરાણનો સમાવેશ થાય છે.

આ નિર્ણય RBI દ્વારા તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો તેને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ છે.

બેન્કની માહિતી પ્રમાણે આ નવા દરો શનિવારથી જ લાગૂ થઈ ગયા છે. ત્યારબાદ હવે હોમ લોન પરનો વ્યાજ દ 7.10 ટકા અને કાર લોન પરનો દર 7.45 ટકાથી શરૂ થાય છે. RBIએ શુક્રવારે રેપો રેટ ઘટાડીને 5.25 ટકા કર્યો હતો અને પોતાન પોલિસીમાં ન્યુટ્રલ વલણ રાખ્યું હતું. ત્યારબાદ આગામી સમયમાં વ્યાજમાં વધુ ઘટાડાની શક્યતા છે.

સરકારી બેન્ક Punjab National Bank (PNB)એ શનિવારે 6 ડિસેમ્બરના રોજ આપવામાં આવેલ માહિતી પ્રમાણે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)મં ફેરફાર કર્યો છે. બેન્કે પોતાના RLLRને 8.35 ટકાથી ઘટાડી (BSP સહિત 10 બેસિસ પોઇન્ટ) 8.10 ટકા કરી દીધા છે. જે 6 ડિસેમ્બર 2025થી લાગૂ થશે. PNBએ એમ પણ કહ્યું કે તેના માર્જીનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) અને બેઝ રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

આ ક્રમમાં Indian Bank અને Bank Of Indiaએ પણ નવા હોમ લોન વ્યાજ દરોની જાહેરાત કરી છે. India Bankએ RBIના રેપો રેટ ઘટાડ્યા બાદ પોતાના રેપો-લિંક્ડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટને 8.2 ટકાથી ઘટાડીને 7.95 ટકા કરી દીધા છે. જે 6 ડિસેમ્બરથ લાગૂ થશે. આ સુધારા લાંબી અવધિની લોન જેમ કે હોમ લોન પર વ્યાજ દરને ઓછો કરશે અને લોન લેનારની EMIના ભારને ઘટાડશે.

(7:44 PM IST)