<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

લોકસભામાં 'વંદે માતરમ' ગુંજશે, વડાપ્રધાનની હાજરીમાં તીખી નોકઝોકના એંધાણ

આજે લોકસભામાં 'વંદે માતરમ' પર વિશેષ ચર્ચા થવાની શક્યતા છે, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાના સંકેતો મળી રહ્યા છે. આ ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ભાગ લેશે, જેના કારણે સંસદનું વાતાવરણ ગરમાયેલું રહેવાની શક્યતા છે.

 

સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સંબંધિત મુદ્દાઓ પર મહત્વની ચર્ચા હાથ ધરવામાં આવશે. લોકસભાના એજન્ડામાં 'વંદે માતરમ' પર ચર્ચાનો ઉલ્લેખ થતાં જ રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારે સરકાર પક્ષ રાષ્ટ્રવાદના મુદ્દે આક્રમક રજૂઆત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ચર્ચામાં ઉપસ્થિત રહીને પોતાનો પક્ષ રજૂ કરે તેવી વકી છે, જેના પર સૌની નજર ટકેલી છે.

 

(9:37 AM IST)