News of Monday, 8th December 2025
'અમૂર્ત વારસાને સાચવવો એ જ માનવતાની રક્ષા', યુનેસ્કોમાં પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુનેસ્કોના મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ માત્ર પરંપરા નથી, પરંતુ માનવતાની વિવિધતાને બચાવવાનું મોટું કાર્ય છે.
યુનેસ્કોના 'ઇન્ટાનજીબલ કલ્ચરલ હેરિટેજ' (આઈ સી એચ) સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ જ્યારે આધુનિકતાની દોડમાં છે, ત્યારે આપણા મૂળ અને પરંપરાઓને સાચવવી અત્યંત આવશ્યક છે. અમૂર્ત વારસો એટલે એવી પરંપરાઓ જે દેખાતી નથી પણ અનુભવાય છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આવા વારસાને સુરક્ષિત રાખવો એ માનવતાની સાંસ્કૃતિક વિવિધતાની રક્ષા કરવા સમાન છે અને ભારત આ દિશામાં વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
