<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

શેરબજારમાં ઉથલપાથલ: વિદેશી રોકાણકારોએ ૧૧,૮૨૦ કરોડ પાછા ખેંચ્યા, સ્થાનિક રોકાણકારો બન્યા તારણહાર

શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફ આઈ આઈ) દ્વારા સતત વેચવાલી ચાલુ છે, પરંતુ સ્થાનિક રોકાણકારો (ડી આઇ આઇ) ની ખરીદીએ બજારને મોટો ટેકો પૂરો પાડ્યો છે.

 

છેલ્લા ૭ દિવસના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી ૧૧,૮૨૦ કરોડ રૂપિયા કાઢી લીધા છે. નિષ્ણાતોના મતે, રૂપિયામાં થઈ રહેલા સતત ઘટાડાને કારણે વિદેશી રોકાણકારો નાણાં પાછા ખેંચી રહ્યા છે. જોકે, આ ઘટાડાની સામે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ મોરચો સંભાળી લીધો છે. સામે પક્ષે સ્થાનિક રોકાણકારોએ બજારમાં વિશ્વાસ દાખવીને ૧૯,૭૮૩ કરોડ રૂપિયાની જંગી ખરીદી કરી છે, જેના કારણે બજાર તૂટતા બચી ગયું છે અને અર્થતંત્રમાં સ્થાનિક રોકાણકારોનું પ્રભુત્વ સાબિત થયું છે.

(9:47 AM IST)