News of Monday, 8th December 2025
ઉત્તર ભારત થથર્યું: કાશ્મીરમાં પારો માઈનસ -૪ ડિગ્રી, અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી

સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ શરૂ થઈ ગયો છે, પહાડી વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું છે અને મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે.
કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન માઈનસ -૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કડકડતી ઠંડીની વચ્ચે હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ઠંડીનું જોર હજુ પણ વધારી શકે છે. ધુમ્મસ અને શીત લહેરના કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી રહી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
