<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

અમેરિકામાં રાજકીય સંકટ: ૨૦ રિપબ્લિકન સાંસદોની નિવૃત્તિની અટકળોથી સ્પીકર માઈક જોન્સન મુશ્કેલીમાં

વોશિંગ્ટન: અમેરિકાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત મળી રહ્યા છે, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી મોટી સંખ્યામાં રિપબ્લિકન સાંસદો નિવૃત્તિ જાહેર કરી શકે છે.

 

પક ન્યૂઝના અહેવાલ મુજબ, આગામી અઠવાડિયામાં ૨૦ થી વધુ હાઉસ રિપબ્લિકન સાંસદો તેમની નિવૃત્તિની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સમાચાર રિપબ્લિકન પાર્ટી માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. આમાંના મોટાભાગના સાંસદો રિપબ્લિકન પાર્ટી માટે 'સુરક્ષિત બેઠકો' પરથી આવે છે, છતાં તેમના જવાથી ગૃહમાં પાર્ટીની બહુમતી પર જોખમ ઉભું થઈ શકે છે.

 

હાલમાં હાઉસમાં રિપબ્લિકન બહુમતી ૨૨૦-૨૧૩ ના પાતળા માર્જિન પર ટકેલી છે. આ સ્થિતિ હાઉસ સ્પીકર માઈક જોન્સન માટે વધારાનું દબાણ અને તણાવ લઈને આવી છે, કારણ કે ગૃહમાં સત્તા જાળવી રાખવી તેમના માટે પડકારજનક બની રહેશે.

(10:03 AM IST)