<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

બ્રાઝિલની મહિલાઓ છે સૌથી સુંદર...ભારતે કોરિયા અને અમેરિકાને પાછળ છોડયા

ઇટલી, યુક્રેન, રશિયા અને વેનેઝુએલા જેવા દેશ ટોપ ૫માં સામેલ : ટોપ ૧૦માં ફ્રાન્‍સ, સ્‍પેન, મેક્‍સિકો અને દક્ષિણ કોરિયા પછી ભારતનો ક્રમ આવે છે

લંડન,તા.૦૮ દુનિયામાં સુંદરતામાં પોતપોતાની પરિભાષાઓ છે, પરંતુ જ્‍યારે કોઈ ગ્‍લોબલ રેન્‍કિંગમાં દેશની સૌથી સુંદર મહિલાઓની યાદી જાહેર થાય છે, તો લોકોમાં ઉત્‍સુકતા વધી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક યાદી વાયરલ થઈ છે, જેમાં દુનિયાના ૫૦ દેશોને મહિલાની સુંદરતાના આધારે રેન્‍ક આપવામાં આવ્‍યાં છે.

દુનિયામાં સુંદરતામાં પોતપોતાની પરિભાષાઓ છે, પરંતુ જ્‍યારે કોઈ ગ્‍લોબલ રેન્‍કિંગમાં દેશની સૌથી સુંદર મહિલાઓની યાદી જાહેર થાય છે, તો લોકોમાં ઉત્‍સુકતા વધી જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક યાદી વાયરલ થઈ છે, જેમાં દુનિયાના ૫૦ દેશોને મહિલાની સુંદરતાના આધારે રેન્‍ક આપવામાં આવ્‍યાં છે. World of statistics દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં બ્રાઝિલને પહેલા નંબરે રાખવામાં આવ્‍યો છે, જ્‍યારે ઇટલી, યુક્રેન, રશિયા અને વેનેઝુએલા જેવા દેશ ટોપ ૫માં સામેલ છે. આ દેશોની મહિલાઓ તેના સ્‍ટ્રોંગ ફિગર, ગ્‍લોઇંગ સ્‍કિન, સ્‍ટાઇલ સેન્‍સ અને બોલ્‍ડ પર્સનાલિટી માટે જાણીતી છે. લિસ્‍ટમાં સ્‍વીડન, કોલંબિયા, આર્જેન્‍ટિના અને ફિલિપાઇન્‍સ જેવા દેશ પણ સામેલ છે. જેની સુંદરતા દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહે છે.

જ્‍યારે ભારત માટે આ યાદી એટલા માટે ખાસ છે કે, કેમ કે ભારતીય મહિલાઓને ૧૨મું સ્‍થાન મળ્‍યું છે. આ રેન્‍કિંગ ઘણું ઇમ્‍પ્રેસિવ છે, કેમ કે, ભારતે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ સાઉથ કોરિયા, જાપાન, ઓસ્‍ટ્રેલિયા, કેનેડા અને યુકે જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડ્‍યા છે. ભારતીય મહિલાઓની સુંદરતા માટે ઘણાં પાસા જવાબદાર છે. જેમ કે, તેનો નેચરલ ગ્‍લો, અલગ અલગ સ્‍કિન ટોન, હેલ્‍ધી વાળ, મોટી મોટી આંખો અને સોફટ પર્સનાલિટી દુનિયાના કોઈપણ ખૂણે સરળતાથી લોકોને આકર્ષિત કરે છે. સાથે જ ભારતીય મહિલાઓ પરંપરાગત અને મોડર્ન, બંને પ્રકારના લૂક્‍સમાં સરળતાથી ઢળી જાય છે, જે તેને વધુ ખાસ બનાવે છે.

ભારતનો ગ્‍લોબલ બ્‍યુટી પ્‍લેટફોર્મ પર મજબૂત ઇતિહાસ પણ આ રેન્‍કિંગને વધુ વિશ્વસનીય બનાવે છે. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને સુષ્‍મિતા સેન જેવી આઇકોનિક ડિવાઓએ મિસ વર્લ્‍ડ અને મિસ યુનિવર્સ જેવી સ્‍પર્ધાઓમાં ભારતનું નામ અનેક વખત વિશ્વભરમાં રોશન કર્યું છે. છેલ્‍લા કેટલાક વર્ષોમાં પણ અનેક ભારતીય મોડલ્‍સ અને એક્‍ટ્રેસિસ ઇન્‍ટરનેશનલ ફેશન વીક અને બ્‍યુટી પેજન્‍ટ્‍સમાં પોતાની ખાસ ઓળખ બનાવી રહી છે. આથી સાબિત થાય છે કે ભારતની સુંદરતા માત્ર પરંપરાગત રૂપ સુધી સીમિત નથી, પણ ગ્‍લોબલ સ્‍ટાન્‍ડર્ડ્‍સ પર પણ એટલી જ મજબૂત છે.

લિસ્‍ટ મુજબ ટોપ ૧૦માં ફ્રાન્‍સ, સ્‍પેન, મેક્‍સિકો અને દક્ષિણ કોરિયા પછી ભારતનો ક્રમ આવે છે. અમેરિકા, જે અનેક ગ્‍લોબલ બ્‍યુટી પેજન્‍ટ્‍સમાં સારો દેખાવ કરતું રહ્યું છે, તેને આ લિસ્‍ટમાં ૧૫મું સ્‍થાન મળ્‍યું છે. જ્‍યારે દક્ષિણ કોરિયા, જે પોતાની બ્‍યુટી ઇન્‍ડસ્‍ટ્રી, સ્‍કિનકેર રૂટિન અને કે-પોપ કલ્‍ચર માટે વિશ્વભરમાં જાણીતું છે, તેને ૧૩મું સ્‍થાન મળ્‍યું છે. આથી સ્‍પષ્ટ છે કે ભારતીય સુંદરતાને આંતરરાષ્ટ્રીય સ્‍તરે મોટી સ્‍વીકાર્યતા મળી રહી છે.

કુલ મળીને, આ રેન્‍કિંગ એનો પુરાવો છે કે ભારતીય મહિલાઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે તેમની ઓળખ સતત મજબૂત બની રહી છે. આ લિસ્‍ટે એ પણ બતાવ્‍યું છે કે સુંદરતા માત્ર દેખાવ સુધી સીમિત નથી, પણ આત્‍મવિશ્વાસ, વ્‍યક્‍તિત્‍વ અને સાંસ્‍કૃતિક ગ્રેસ પણ તેમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતનું ૧૨મું સ્‍થાન મેળવવું એનો સંકેત છે કે ભારતીય સુંદરતાની ચમક દુનિયાભરમાં સતત વધી રહી છે અને લોકો તેને દિલથી સ્‍વીકારી રહ્યા છે. 

 

(10:08 AM IST)