<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

પુષ્‍કરના સારંગખેડા ઘોડાબજારમાં રોજ ૮ લીટર ગાયનું દૂધ પીતી રુદ્રાણી નામની ઘોડી બની આકર્ષણનું કેન્‍દ્ર

નંદુરબારઃ મહારાષ્ટ્રના નંદુરબારના સારંગખેડા પાસેના ઘોડાબજારમાં પુષ્‍કરથી એક ખાસ ઘોડી વેચાવા આવી છે. રુદ્રાણી નામની આ ઘોડી ઘોડાપ્રેમીઓમાં ખાસ્‍સી ચર્ચામાં છે. એની કિમત ૧.૧૭ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. રુદ્રાણી હજી બાવીસ મહિનાની જ છે, પરંતુ એની હાઇટ ૬૫ ઇંચ છે અને એની ચાલ અને શરીર ખૂબ જ આકર્ષક છે. નાની ઉંમરે શાનદાર હાઇટ અને લચકવાળી ચાલ જોઈને જ નિષ્‍ણાતો ઇમ્‍પ્રેસ થઈ ગયા છે. એનું લાલનપાલન પણ બહુ લાડકોડથી થયું છે. રોજ એ ૮ લીટર ગાયનું દૂધ પીએ છે અને પાણી પણ મિનરલ જ વાપરે છે. 

 

(10:31 AM IST)