News of Monday, 8th December 2025
ઇન્ડિગોએ મુસાફરોને રૂપિયા ૬૧૦ કરોડનું રિફંડ આપ્યું
ઇન્ડિગોએ દેશભરના મુસાફરોને ૩,૦૦૦ થી વધુ બેગ પણ પરત કરી

મુંબઇ તા.૮: દેશમાં ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહેલી ઇન્ડિગોએ પણ ૬૫૦ ફલાઈટ્સ રદ કરી છે. જેના લીધે કંપની તેની ૨૩૦૦માંથી ૧૬૫૦ ફલાઈટ ઓપરેટ કરશે. આ દરમિયાન રવિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઇન્ડિગોના મુસાફરોને કુલ રૂપિયા ૬૧૦ કરોડ પરત કરવામાં આવ્યા છે. ઇન્ડિગોએ દેશભરના મુસાફરોને ૩,૦૦૦ થી વધુ બેગ પણ પરત કરી છે.
ઇન્ડિગોએ છેલ્લા છ દિવસથી અનેક ફલાઈટો રદ કરી છે. જેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. જેમાં શનિવારે, ઇન્ડિગોએ લગભગ ૧,૫૦૦ ફલાઇટ્સનું સંચાલન કર્યું હતું. ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના ઓપરેશનલ સમસ્યા વચ્ચે અમારા નેટવર્કમાં વધુ નોંધપાત્ર અને કાયમી સુધારા કરી રહ્યા છીએ. અમે રવિવારે ૧,૬૫૦ થી વધુ ફલાઇટ્સ ચલાવવાની યોજના બનાવી રહ્યા છીએ.
ઇન્ડિગોની ફલાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર યાત્રીઓને છેલ્લા કેટલાક દિવસોથી હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાને લઈને DGCAએ એરલાઇન કંપની સામે કડક પગલાં ભર્યા છે. DGCAએ દ્વારા ઇન્ડિગોના CEO પીટર અલ્બર્સ અને અકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ મોકલીને ૨૪ કલાકમાં જવાબ માંગ્યો છે. જેને લઇને હવે ઇન્ડિગોએ હવે એક નિવેદન જાહેર કર્યું છે અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
