News of Monday, 8th December 2025
ગોવા સિલિન્ડર બ્લાસ્ટના મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલીઃ પરિવારજનોને સહાય
મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રકમ મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. પૂ.મોરારીબાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટઃ તા.૮, ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ કલબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા ગયા છે. અરપોરાની નાઈટ કલબનાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના કલબ કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે.
પૂ. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૃપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. પૂ બાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ,(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
