News of Tuesday, 9th December 2025
કોંગ્રેસ પક્ષમાંથી ડૉ. નવજોત કૌર સિદ્ધુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયાં
ડૉ. નવજોત કૌર સિદ્ધુ ભારતીય ક્રિકેટર અને પૂર્વ રાજકારણી નવજોત સિંહ સિદ્ધુના પત્ની છે

ચંદીગઢ: પંજાબના રાજકારણના જાણીતા ચહેરા ડૉ. નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસ પાર્ટીએ ડૉ. નવજોત કૌર સિદ્ધુ સામે મોટી કાર્યવાહી કરી છે. પક્ષના આદેશ અનુસાર, ડૉ. નવજોત કૌર સિદ્ધુને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જોકે, તેમના સસ્પેન્શન પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ નિર્ણય પંજાબ કોંગ્રેસના આંતરિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડૉ. નવજોત કૌર સિદ્ધુ ભારતીય ક્રિકેટર અને પૂર્વ રાજકારણી નવજોત સિંહ સિદ્ધુના પત્ની છે
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
