<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ બપોરે 12:00 વાગ્યે ઈન્ડિગો કટોકટી પર નિવેદન આપશે.

11:00 વાગ્યે ઈન્ડિગોના પ્રતિનિધિઓને બોલાવ્યા: એરલાઈનના CEO અને COO ની પૂછપરછ કરવામાં આવશે.

નવી દિલ્હી : ઇન્ડિગોની કટોકટી વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આજે બપોરે 12:00 વાગ્યે ઈન્ડિગો કટોકટી પર નિવેદન આપશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આજે સવારે 11:00 વાગ્યે ઈન્ડિગોના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. એરલાઈનના CEO અને COO ની પૂછપરછ કરવામાં આવશે. DGCA એ આ હેતુ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ ઈન્ડિગો એરલાઈન્સના ટોચના અધિકારીઓની પૂછપરછ કરશે.

(1:38 AM IST)