<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં: પૂર્વ ધારાસભ્ય અમરીષ ડેર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સાથેની મુલાકાત બની યાદગાર

આ મુલાકાતની ખાસ વાત એ હતી કે તેમાં રાજકારણ અને લોકસાહિત્યનો સુમેળ જોવા મળ્યો

ધ્રોલ: રાજકારણ અને કલા જગતના દિગ્ગજો વચ્ચેની અનૌપચારિક મુલાકાત આકર્ષણનું કેન્દ્ર બની, ત્રણેય મહાનુભાવો મુક્ત મને હસતા નજરે પડ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ ક્યારેક હળવાશની પળો માણતા જોવા મળે છે. તાજેતરમાં આવી જ એક સુંદર ઘટના સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી ગુજરાતના બે જાણીતા ચહેરાઓ સાથે આત્મીયતાથી મળતા અને મુક્ત મને હસતા જોવા મળ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય અમરીષ ડેર અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં અને કામમાં વ્યસ્ત રહેતા વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અત્યંત હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

 

આ મુલાકાતની ખાસ વાત એ હતી કે તેમાં રાજકારણ અને લોકસાહિત્યનો સુમેળ જોવા મળ્યો હતો. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી, અમરીષ ડેર અને માયાભાઈ આહીર એકબીજાનો હાથ પકડીને કોઈ વાત પર ખડખડાટ હસી રહ્યા છે. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ત્રણેય મહાનુભાવો વચ્ચેની કેમેસ્ટ્રી અને સ્નેહ સ્પષ્ટપણે છલકાતો હતો.

 

સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ આ તસવીરોએ ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની વાણીનો પ્રભાવ અને અમરીષ ડેરની સહજતા વચ્ચે વડાપ્રધાન સાથેની આ મુલાકાત યાદગાર બની રહી હતી.

અહેવાલ: (સંજય ડાંગર અકિલા, ધ્રોલ)

(11:23 PM IST)