હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

પટના : પટનાના પુસ્તક મેળામાં હાલમાં એક એવી અનોખી અને રહસ્યમય પુસ્તકનું અનાવરણ થયું છે, જેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. ₹15 કરોડ ની કિંમત ધરાવતી 'હું' (Main) નામની આ પુસ્તકને દુનિયાની સૌથી મોંઘી પુસ્તક ગણાવવામાં આવી રહી છે. આ પુસ્તક વિશેની વાતો સાંભળીને સામાન્ય માણસ તો દૂર, પરંતુ અમીરોને પણ તેને ખરીદતા પહેલાં સો વાર વિચાર કરવો પડે તેમ છે.
લેખકે માત્ર 3 કલાકમાં જ લખ્યો 408 પાનાનો ગ્રંથ
આ ગ્રંથના લેખક રત્નેશ્વર છે, જેમણે દાવો કર્યો છે કે 43 અધ્યાય અને 408 પાનાની આ પુસ્તક કોઈ સામાન્ય રીતે લખાઈ નથી. તેમના મુજબ, આ સંપૂર્ણ ગ્રંથ માત્ર 3 કલાક અને 24 મિનિટમાં લખવામાં આવ્યો હતો. આ લેખન 6 અને 7 સપ્ટેમ્બર 2006ની વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં (3:00 AM થી 6:24 AM વચ્ચે) પૂર્ણ થયું હતું.
લેખકનો દાવો છે કે આ લેખન દરમિયાન તેમણે 'બ્રહ્મલોક'ની યાત્રા કરી, રાસલીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા, અને 21 દિવસના સાધના-કાળમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન, ધ્યાન અને ત્રીજી આંખથી જોયેલા અનુભવોને ગ્રંથમાં સમાવ્યા. આ ગ્રંથ જીવન દર્શનની એ ચરમ સીમાનું જ્ઞાન છે, જે વાચકને 'માનવાથી જાણવા' તરફ દોરી જાય છે.
માત્ર ત્રણ કોપી, 11 યોગ્ય લોકોને જ મળશે
આ પુસ્તકનું સ્તર એટલું ગહન છે કે તેને સમજવું સરળ નથી. લેખકનું કહેવું છે કે આ કથા વ્યક્તિને દુ:ખોમાંથી મુક્તિ આપીને ઈશ્વરના સાક્ષાત્ અનુભવ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં દુનિયામાં આ પુસ્તકની માત્ર ત્રણ કોપી જ ઉપલબ્ધ છે, જેના કારણે તે અત્યંત દુર્લભ બની ગઈ છે. લેખક રત્નેશ્વરે જણાવ્યું કે આ ગ્રંથ 11 યોગ્ય લોકોને જ સોંપવામાં આવશે, જેઓ આધ્યાત્મિક જ્ઞાનની ચરમ સીમા સુધી પહોંચવાની ઇચ્છા રાખે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM