ઘોર કળિયુગઃ પાડોશમાં રહેતા ૧૯ વર્ષના ફુટડા જવાન સાથે પત્ની ભાગી ગઈ, પતિ બે બાળકો લઈને શોધવા નીકળ્યો
મહિલાના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા, જે બાદ મહિલાને બે બાળકો પણ થયા હતા

હાપુડ તા.૧૦: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ૨ બાળકોની મા ૪૦ વર્ષની મહિલા પર આશિકીનું એવું ભૂત સવાર થયું કે તે ૧૯ વર્ષના છોકરા સાથે ફરાર થઈ ગઈ. બે બાળકોને ઘરે છોડતી ગઈ. જ્યારે બંને બાળકો સાથે પિતા પત્નીને શોધવા માટે આમતેમ ફરી રહ્યા છે. લાચાર પતિએ હવે હાપુડ એસપીને પત્ની શોધી લાવવા માટે વિનંતી કરી છે.
આપને જણાવી દઈએ કે, મહિલાના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા, જે બાદ મહિલાને બે બાળકો પણ થયા હતા. પણ મહિલા પાડોશમાં રહેતા ૧૯ વર્ષના પ્રેમી વિકાસ સાથે ઘરેથી ભાગી હતી. હાલમાં હાપુડ એસપી પાસે પતિએ આજીજી કરી હતી.
તો વળી આ ઘટનાને લઈને હાપુડ એસપી જ્ઞાનંજય સિહનું કહેવું છે કે એક ૩૦ વર્ષીય મહિલા ઘરેથી ભાગવાનો મામલો આવ્યો છે, પીડિત પતિએ એક ફરિયાદ પણ નોંધાવી છે. જેના આધાર પર સંબંધિત ચોકીમાં ફરિયાદ મોકલી દીધી છે. તપાસ કરી ઉપરાંત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત પોલીસે બગ્ગી હટાવવાના વિવાદમાં નૂરપુરમાં થયેલી ફાયરિગની ઘટનામાં આરોપી ફરાર અર્પિતની ધરપકડ કરી લીધી છે. બાબૂગઢ વિસ્તારના નૂરપુરમાં બગ્ગી હટાવવાના વિવાદમાં બે પક્ષ વચ્ચે ફાયરિગ થયું હતું. જેમાં ૭ લોકોને ગોળી વાગી હતી. આ તમામ લોકો ઘાયલ થયા હતા. ત્રણ દિવસ પહેલા એક આયુષ નામના યુવકનું સારવાર દરમિયાન મોત પણ થઈ ચૂક્યું છે. ધરપકડ આરોપી અર્પિત ઘટનામાં સામેલ હતો, જેની તલાશમાં પોલીસ લાગી ગઈ છે. પોલીસે હવે ધરપકડ આરોપીને જેલમાં મોકલી દીધો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
