<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ચાંદીમાં એકધારી તેજી : ૪૦૦૦ રૂા. વધ્‍યા

ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૧,૯૦,૦૦૦ રૂપીયા થયા : સોનાના ભાવ ૧,૩ર,૭૦૦ એ સ્‍થિર

રાજકોટ, તા., ૧૦: બુલીયન માર્કેટમાં ચાંદીમાં એકધારી તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૪૦૦૦ રૂપીયાનો ભાવવધારો થતા ચાંદીના ભાવ ૧,૯૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે પણ ૪૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)નો ભાવ ૧,૮૬,૦૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૧,૯૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૩પ૦૦ રૂપીયાના ઉછાળા બાદ આજે વધુ ૪૦૦૦ રૂપીયાનો ભાવવધારો થતા છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૭,પ૦૦ રૂપીયા વધી ગયા છે. વૈશ્વિક ડિમાન્‍ડને પગલે ચાંદીના ભાવો વધી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.  જો કે સોનાના ભાવમાં કોઇ ખાસ વધઘટ ન હતી. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૩ર,૭૦૦ રૂપીયાની સપાટીએ સ્‍થિર હતા.

(1:35 PM IST)