News of Wednesday, 10th December 2025
એમેઝોન કરશે ૩.૧૪ લાખ કરોડનું રોકાણઃ ૧૦ લાખને નોકરી
અમેરિકાની ઈ-કોમર્સ કંપનીનું ૨૦૩૦ સુધીનું પ્લાનિંગઃ ભારતમાં વ્યવસાય વધારશે AI સંચાલિત ડિજિટલીકરણ-નિકાસમાં વૃદ્ધિ તથા રોજગાર પેદા કરવાનું લક્ષ્યાંક

નવી દિલ્હી, તા.૧૦: ભારતની આર્થિક ગાથામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યાં વિશ્વની દિગ્ગજ કંપનીઓ ભારતમાં પોતાના વિશ્વાસનું મહાકાય રોકાણ કરી રહી છે. ગઈકાલે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ભારતમાં ૧૭.૫ બિલિયન (અંદાજે રૂ.૧.૫૭ લાખ કરોડ)ના અત્યાર સુધીના સૌથી મોટા એશિયન રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણના પડઘા શાંત થયા નથી ત્યાં આજે, ઈ-કોમર્સ અને ટેક્રોલોજી ક્ષેત્રની અન્ય વૈશ્વિક કંપની એમેઝોને પણ ભારતમાં આગામી પાંચ વર્ષમાં, એટલે કે ૨૦૩૦ સુધીમાં, ૩૫ બિલિયન (અંદાજે રૂ.૩ લાખ કરોડથી વધુ)ના જંગી રોકાણની જાહેરાત કરીને ખુશીમાં વધારો કર્યો છે. આ જાહેરાત સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત હવે માત્ર એક બજાર નથી, પરંતુ વૈશ્વિક વળદ્ધિ માટેનું એક મજબૂત એન્જિન બની ગયું છે.
એમેઝોને બુધવાર, ૧૦ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત એમેઝોન સંભાવના સમિટના છઠ્ઠા સંસ્કરણ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ રોકાણ યોજના જાહેર કરી. કંપનીએ જણાવ્યું કે આ રોકાણ દેશની ડિજિટલ અર્થવ્યવસ્થા, AI-સંચાલિત પરિવર્તનોને વેગ આપવા અને લાખો નવી રોજગારની તકો ઊભી કરવા પર કેન્દ્રિત હશે. સલાહકાર ફર્મ કીસ્ટોન સ્ટ્રેટેજી દ્વારા બહાર પાડવામાં આવેલા આર્થિક અસર અહેવાલ મુજબ, એમેઝોને ભારતમાં સપ્લાય સેન્ટર્સ, લોજિસ્ટિક્સ નેટવર્ક્સ, ડેટા સેન્ટર્સ અને ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલેથી જ ૪૦ બિલિયનનું રોકાણ કર્યું છે. હવે, આ વધારાના ઼૩૫ બિલિયનના રોકાણ સાથે, કંપનીનો લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં આશરે દસ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવાનો છે, જે ભારતની યુવા પેઢી માટે આશાનું કિરણ છે.
એમેઝોનના ઇર્મજિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે આ જાહેરાતને દેશની ડિજિટલ મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત ગણાવી છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર ઈ-કોમર્સમાં વળદ્ધિ કરવાનો નથી, પરંતુ ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પણ છે. કંપનીએ ૨૦૩૦ સુધીમાં ભારતની કુલ ઈ-કોમર્સ નિકાસને વર્તમાન ૨૦ બિલિયનથી ચાર ગણી વધારીને ૮૦ બિલિયન સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આનાથી ભારતમાં નાના વેપારીઓને વૈશ્વિક બજારમાં પ્રવેશ મળશે અને મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડને વિશ્વભરમાં નવી ઓળખ મળશે.
માઇક્રોસોફ્ટ અને એમેઝોન દ્વારા કરવામાં આવેલી આ એક પછી એક જંગી રોકાણની જાહેરાતો એ દર્શાવે છે કે વૈશ્વિક કંપનીઓ ભારતના વળદ્ધિના માર્ગમાં લાંબા ગાળાના ભાગીદાર બનવા તૈયાર છે. આ રોકાણ માત્ર આર્થિક આંકડાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તે ભારતમાં ટેક્રોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધનોના વિકાસ માટે એક ઉત્પ્રેરક સાબિત થશે. વિદેશી કંપનીઓનો આ વધતો વિશ્વાસ દર્શાવે છે કે ભારત માત્ર આર્થિક રીતે જ નહીં, પણ ટેકનોલોજી અને રોજગાર સર્જનના ક્ષેત્રમાં પણ વિશ્વનું નેતળત્વ કરવા તૈયાર છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
