હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
BSNLને બેઠી કરવા સરકારે રૂપિયા ૨,૫૪,૫૭૪.૩૯ કરોડનો કર્યો ખર્ચ
વર્ષ ૨૦૧૯માં આશરે ૬૯,૦૦૦ કરોડનું પ્રથમ રિવાઈવલ પેકેજ આફવામાં આવ્યું હતું વર્ષ ૨૦૨૩માં ૪G અને ૫G માટે સરકારે બીએસએનએલને લગભગ રૂ.૮૯,૦૦૦ની કરોડની ફાળવણી કરી હતી

નવી દિલ્હી, તા.૧૦: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે ડો. કોકલી ઘોષ દસ્તીગરે BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ને રિવાઈવલ પેકેજ અંગે પ્રશ્ન પૂછયો હતો. તેમણે પૂછયું કે, છેલ્લા ૧૦ વર્ષમાં બીએસએનએલને બેઠી કરવા કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. શું આ રકમ બાદ બીએસએનએલ ફરી નફો કરતી થઈ છે કે કેમ તથા દેશવ્યાપી ૪G અને ૫G સર્વિસ લોન્ચ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને સર્કલ વાઈઝ શું સ્થિતિ છે તે જણાવવા વિનંતી.
જેના જવાબમાં સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯માં આશરે ૬૯,૦૦૦ કરોડનું પ્રથમ રિવાઈવલ પેકેજ આફવામાં આવ્યું હતું. જેનાથી ખર્ચ ઓછો થયો હતો. ૨૦૨૨માં આશરે ૧,૬૪,૦૦૦ કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું. જેમાં નવેસરથી મૂડી રોકાણ, લોન રિસ્ટ્રક્ચરિંગ, ગામડામાં નેટવર્ક સુધારવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૩માં ૪G અને ૫G માટે સરકારે બીએસએનએલને લગભગ રૂ. ૮૯,૦૦૦ની કરોડની ફાળવણી કરી હતી. વર્ષ ૨૦૨૫માં દેશમાં ૪G નેટવર્ક રોલ આઉટ કરવા માટે વધારાના ફંડ તરીકે રૂ. ૬૯૮૨ કરોડની રકમ આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૨,૫૪,૫૭૪.૩૯ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
