<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ: ટ્રમ્પ શાસને જંગી ઓઈલ ટેન્કર જપ્ત કર્યું

ન્યૂયોર્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓઈલ ટેન્કર જપ્ત કરીને બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો કર્યો છે. 

 

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધોમાં વધુ એક કડવો અધ્યાય ઉમેરાયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકન નૌકાદળે વેનેઝુએલાના દરિયાકાંઠેથી એક વિશાળ ઓઈલ ટેન્કર જપ્ત કર્યું છે. ટ્રમ્પના દાવા મુજબ, અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્કર છે. 

 

આ કાર્યવાહી વેનેઝુએલા પરના પ્રતિબંધો અને રાજકીય દબાણના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

(10:18 AM IST)