<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

રાજસ્‍થાનમાં ખેડૂતો ‘બેફામ': વાહનોમાં તોડફોડ-આગજની

પોલીસ-ખેડૂતો વચ્‍ચે અથડામણઃ લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડાયાઃ ફેકટરીની મિલ્‍કતોને નુકશાન ધારાસભ્‍યનું માથું ફોડી નાખ્‍યું: ભારેલા અગ્નિ જેવી સ્‍થિતીઃ ઈન્‍ટરનેટ બંધ

નવી દિલ્‍હી, તા.૧૧: રાજસ્‍થાનના હનુમાનગઢના જિલ્લાના રાઠીખેડા ગામમાં ૪૫૦ કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા પ્રાઇવેટ ઇથેનોલ પ્‍લાન્‍ટ વિરુદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્‍ચે બુધવારે સાંજે સીધી અથડામણ થઈ ગઈ. ગુસ્‍સે ભરાયેલા ખેડૂતોએ ટ્રેક્‍ટર માર્ચ કાઢીને ડ્‍યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડના નિર્માણધીન પ્‍લાન્‍ટની દીવાલો તોડી દીધી. જવાબમાં પોલીસ પણ લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસ છોડ્‍યો. એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્‍લાન્‍ટના કેમ્‍પસમાં ઘૂસીને તોડફોડ કરી, ત્રણ બુલડોઝરને નુકસાન પહોંચાડ્‍યું અને પોલીસ અને વહીવટીતંત્રની ૧૬ ગાડીઓમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી.

પોલીસ સાથેની આ અથડામણમાં ઘટનાસ્‍થળે હાજર સંગરિયાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્‍યક્ષ અભિમન્‍યુ પુનિયા પણ ઘાયલ થઈ ગયા. આ સિવાય લાઠીચાર્જમાં અન્‍ય ઘણા લોકો પણ ઘાયલ થયા. તેમને સારવાર માટે હનુમાનગઢ જિલ્લા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ઘણા પોલીસકર્મીઓ અને વહીવટી અધિકારીઓ પણ ઘાયલ થયા છે.

ચંડીગઢમાં રજિસ્‍ટર્ડ કંપની ડ્‍યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ રાઠીખેડામાં ૪૦ મેગાવોટનો અનાજ આધારિત ઇથેનોલ પ્‍લાન્‍ટ લગાવી રહી છે.

કંપનીનું કહેવું છે કે આ પ્‍લાન્‍ટ કેન્‍દ્ર સરકારના ઇથેનોલ બ્‍લેન્‍ડેડ પેટ્રોલ પ્રોગ્રામને સપોર્ટ કરશે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ૨૦૨૨થી કંપનીની એન્‍વાયરોમેન્‍ટ ક્‍લિયરન્‍સ અરજી હજુ પણ પેન્‍ડિંગ પડી છે. પર્યાવરણીય મંજૂરી વિના નિર્માણ કામ ચાલુ થવાથી વિસ્‍તારના ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે ઇથેનોલ પ્‍લાન્‍ટથી વાયુ પ્રદૂષણ વધશે, ભૂગર્ભજળને ઝેરી બની જશે અને ખેતીની જમીન ઉજ્જડ થઈ જશે, જેના લીધે સ્‍થાનિક લોકોની આજીવિકા પર સંકટ આવી જશે. તેઓ પ્‍લાન્‍ટને કોઈ બીજી જગ્‍યા પર ખસેડવાની માંગ કરી રહ્યા છે. બુધવારે બપોરે, ખેડૂતોએ ટિબ્‍બી લ્‍ઝપ્‍ ઓફિસ સામે એક મોટી સભા કરી. આ સભામાં શ્રીગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્‍દોરા, ભદ્રાના પૂર્વ ધારાસભ્‍ય બલવાન પુનિયા, ઘ્‍ભ્‍ત્‍(પ્‍) નેતા મંગેજ ચૌધરી અને હનુમાનગઢ, શ્રીગંગાનગર અને પડોશી પંજાબના અનેક ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થયા. સાંજે લગભગ ૪ વાગ્‍યે સેંકડો ખેડૂતોએ ટ્રેક્‍ટર લઈને પ્‍લાન્‍ટની સાઇટ તરફ કૂચ કરી. દરમિયાન પ્રદર્શનકારીઓએ ટ્રેક્‍ટરથી ફેક્‍ટરીની દિવાલ તોડી, અંદર ઘૂસ્‍યા અને તોડફોડ કરી. જેને પરિણામે પોલીસ સાથે સીધી અથડામણ થઈ ગઈ.

આ અથડામણ પછી ટિબ્‍બી કસ્‍બા અને આસપાસના ગામોમાં ઇન્‍ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. વિસ્‍તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. હિંસા પછી સમગ્ર વિસ્‍તારમાં બજારો બંધ કરાવી દેવામાં આવી છે. તમામ સ્‍કૂલ-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્‍યું છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્‍યાં સુધી કંપનીને પર્યાવરણ મંજૂરી નથી મળતી અને સાથનીક લોકોની સંમતિ નથી, તેઓ પ્‍લાન્‍ટ નહીં બનવા દે. બીજી તરફ કંપનીના અધિકારીઓ તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્‍યું. હાલ વિસ્‍તારમાં તણાવ છે.

આ ઘટના અંગે પૂર્વ મુખ્‍યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે હનુમાનગઢના ખેડૂત આંદોલન દરમિયાન પોલીસના બળ પ્રયોગની સખત નિંદા કરું છું. પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી સચિન પાયલોટે ઘાયલ ધારાસભ્‍ય અભિમન્‍યુ પુનિયાના જલ્‍દી સ્‍વસ્‍થ થવાની કામના કરી અને કહ્યું કે અમે ખેડૂતોના અધિકારો અને ન્‍યાયની લડાઈમાં તેમનો સાથ આપતા રહીશું. ઘાયલ ધારાસભ્‍ય અભિમન્‍યુ પુનિયાએ હોસ્‍પિટલમાંથી કહ્યું કે તેઓ સકુશળ છે અને આને ખેડૂતોના હક વિરુદ્ધ ષડયંત્રપૂર્ણ હુમલો ગણાવ્‍યો. તેમણે કહ્યું કે ધમકીથી તેમની શાંતિપૂર્ણ લડાઈ નહીં અટકે.

(12:15 PM IST)