<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

હું મારા પગારથી સંતુષ્ટ છું

લાંચથી કામ કઢાવવા માગતા લોકોને આગોતરી ચેતવણી આપીને નાગપુરમાં એક એડિશનલ કમિશનરે ઓફિસની બહાર તકતી પર લખાવી દીધું

નાગપુર તા.૧૧: નાગપુરના ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં રેવન્‍યુ ડિપાર્ટમેન્‍ટના એડિશનલ કમિશનર રાજેશ ખાવલેની કેબિન બહાર એક તકતી પર અનોખું લખાણ જોવા મળે છે. તકતીમાં એવું લખેલું છે કે ‘હું મારા પગારથી સંતુષ્ટ છું.' આ શબ્‍દોને લીધે લોકલ બ્‍યુરોક્રસી અને ઍડ્‍મિનિસ્‍ટ્રેશનમાં તેમનું નામ અને આ તકતી ચર્ચાનો વિષય બની ગઈ છે.

અમુક ઓફિસર્સે આ વિશે કહ્યું હતું કે ‘ઘણા લોકો ફાઇલોનાં ઝડપી ક્‍લિયરન્‍સ માટે લાંચ આપવાનો પ્રયાસ કરે છે, જ્‍યારે કેટલાક લોકો પ્રેશર બનાવીને કામ કઢાવવાનો પ્રયાસ કરે છે. રાજેશ ખાવલેએ જાહેરમાં આ રીતે એક સ્‍ટ્રોન્‍ગ મેસેજ આપ્‍યો છે.'

ઘણા લોકોએ રાજેશ ખાવલેના આ પગલાને બિરદાવ્‍યું હતું તો કેટલાક ઓફિસર્સે આને ભ્રષ્ટાચાર વિરુદ્ધની ચેતવણી ગણી હતી

(10:31 AM IST)