ચરાડવાની સંકલ્પ સિધ્ધ પદયાત્રાનું જામનગરમાં જાજરમાન સ્વાગત
બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીબાપુની ઇચ્છાનુસાર પૂ. અમરગીરીબાપુના સાનિધ્યમાં દ્વારકા સુધીની પદયાત્રામાં જોડાતા ભાવિકો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : ચરાડવા શ્રી મહાકાળી આશ્રમ થી દ્વારકા તરફ નિકળેલી સંકલ્પ સિદ્ધ પદયાત્રા મહંતશ્રી દયાનંદગીરી બાપુના શિષ્ય પૂ. અમરગીરીએ ગુરુવર્ય બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી બાપુની ઈચ્છા પૂર્તિ સ્વરૂપે તા. ૭/૧૨/૨૦૨૫ થી આશ્રમ ખાતેથી -સ્થાન કરી ૧૫૦ થી વધુ શ્રદ્ધાળુ ભક્તો સાથે ચોથા દિવસે છોટી કાશી ગણાતા જામનગરમાં આવી પહોંચી હતી.
જામનગરના આંગણે દ્વારકા તરફ આવી રહેલી પદયાત્રાના સંઘને સ્થાનિક અગ્રણીઓએ આવકારી સામૈયા કર્યા હતા. સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ કબીર આશ્રમની ગૌશાળામાં જ્યારે સંકલ્પ સિધ્ધ પદયાત્રા દ્વારકા તરફ જતા પહોંચી હતી ત્યાં શ્રદ્ધાળુએ પદયાત્રા લઈને નીકળેલા અમરગીરી બાપુ અને શ્રદ્ધાળુઓને અર્થે વધાવ્યા હતા અને પુષ્પવળષ્ટિ કરી સામૈયા કર્યા હતા.
આ પ્રસંગે જામનગરના અગ્રણી અને ગુજરાત બાર કાઉન્સિલના એક્ઝિકયુટિવ ચેરમેન મનોજભાઈ અનડકટ, અકિલા ના બ્યુરોચીફ મુકુંદભાઈ બદીયાણી, ફોટો જર્નાલિસ્ટ કિંજલભાઈ કારસરીયા પણ જામનગરમાં પદયાત્રા દરમિયાન જોડાઈ સ્વાગત કર્યું હતું. કબીર આશ્રમ સંચાલિત ગૌશાળા ખાતે પદયાત્રી ભક્તોએ ભોજનપ્રસાદ લઈને રાત્રિ વિશ્રામ કર્યો હતો અને વહેલી સવારે જામનગર થી સંકલ્પ સિધ્ધ પદયાત્રાનો સંઘ દ્વારકા તરફ -યાણ કર્યો હતો.
આજે આ પદયાત્રા રાત્રે સ્વામિનારાયણ આશ્રમ ન્યારા એનર્જી થી નજીક આવેલ જગ્યામાં વિરામ લેશે અને ફરીથી દ્વારકા તરફ પ્રયાણ કરશે.
આ સંકલ્પ સિધ્ધ પદયાત્રા બ્રહ્મ લિંગ પૂજ્ય દયાનંદગીરી બાપુ ની ઈચ્છાપૂર્તિ સ્વરૂપે દ્વારકા ખાતે આગામી ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ ના પહોચશે અને જય રણછોડ ધર્મશાળા ખાતે રાત્રી રોકાણ કરી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ના જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચી પદયાત્રા દરમિયાન સાથે લાવેલ ધ્વજા નું વિધિવત પૂજન અર્ચન કરી દ્વારકાધીશના નિજ મંદિર ઉપર ધ્વજારોહણ કરી મનોરથ સંપન્ન કરશે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
