<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

એમઝોન દ્વારા ૨૦૩૦ સુધીમાં ભારતમા $35 બિલીયન ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજના

 

રાજકોટ તા.૧૧: એમેઝોન સંભવ સમિટના છઠ્ઠા સંસ્‍કરણમાં કીસ્‍ટોન સ્‍ટ્રેટેજી દ્વારા રજૂ કરવામાં આવેલો ઈકોનોમિક ઈમ્‍પેક્‍ટ રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૧૦થી ભારતમાં એમેઝોનનું કુલ રોકાણ $૪૦ બિલિયન ડોલર રહ્યું છે, જેમાં કર્મચારીઓનું વળતર અને માળખાગત સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે, આ રોકાણે ભારતના આત્‍મનિર્ભર વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે. કીસ્‍ટોનના મતે, આ રોકાણોએ એમેઝોનને ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણકાર, ઈ-કોમર્સ નિકાસના સૌથી મોટા સક્ષમકર્તા અને દેશના ટોચના રોજગાર સર્જકોમાં સ્‍થાન આપ્‍યું છે.

કંપનીએ ભૌતિક અને ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના નિર્માણ માટે મોટા પાયે રોકાણ કર્યું છે, જેમાં ફુલફિલમેન્‍ટ સેન્‍ટર્સ, પરિવહનનું નેટવર્ક, ડેટા સેન્‍ટર્સ, ડિજિટલ પેમેન્‍ટ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને ટેકનોલોજીના વિકાસનો સમાવેશ થાય છે. કીસ્‍ટોન રિપોર્ટ અનુસાર, એમેઝોને ૧૨ મિલિયનથી વધુ નાના વ્‍યવસાયોને ડિજિટાઇઝ કર્યા છે અને ૨૦ બિલિયન ડોલરની કુલ ઈ-કોમર્સ નિકાસને સક્ષમ બનાવી છે, આ સાથે જ ૨૦૨૪ માં કંપનીએ ભારતમાં લગભગ ૨.૮ મિલિયન પ્રત્‍યક્ષ, પરોક્ષ, પ્રેરિત અને સીઝનલ નોકરીઓને ટેકો આપ્‍યો છે.

 આ જ ફોરમમાં, એમેઝોને ભારત પ્રત્‍યેની તેની પ્રતિબદ્ધતાને દોહરાવતાં જાહેરાત કરી હતી કે તે ૨૦૩૦ સુધીમાં દેશના તેના તમામ વ્‍યવસાયોમાં $૩૫ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં વ્‍યવસાય વિસ્‍તરણ તેમજ ત્રણ વ્‍યૂહાત્‍મક સ્‍તંભોઃ AI-સંચાલિત ડિજિટાઇઝેશન, નિકાસ વળદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે.

(3:59 PM IST)