News of Friday, 12th December 2025
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ: ૪૩ શહેરોમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે, યુપી-બિહારમાં ગાઢ ધુમ્મસ

મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર ફરી વળી છે. હાડ થીજવતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશના ૪૩ શહેરોમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં બરફીલા તોફાન જેવી સ્થિતિ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શીતલહેરનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના શિંકુલા પાસ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાત્રિના તાપમાનમાં સતત ઘટાડો થતાં લોકો તાપણાંનો સહારો લઈ રહ્યા છે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશ અને બિહારના અંદાજે ૩૦ જેટલા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓ પર માઠી અસર પડી છે. અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની આગાહી કરી છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
