<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

'હું બંગાળનો ઓવૈસી છું !! ૨૦૨૬માં સરકાર મારા વિના નહીં બને': સસ્પેન્ડેડ ટીએમસી ધારાસભ્યનો દાવો

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયૂં કબીરે વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. તેમણે પોતાને 'બંગાળના ઓવૈસી' ગણાવીને દાવો કર્યો છે કે ૨૦૨૬ની ચૂંટણીમાં તેઓ કિંગમેકરની ભૂમિકા ભજવશે અને તેમના ટેકા વિના સરકાર બની શકશે નહીં.

 

ભરતપુરના ધારાસભ્ય હુમાયૂં કબીરે ખુલ્લેઆમ પાર્ટી લાઈનથી અલગ જઈને નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આવનારા સમયમાં મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે પોતાની સરખામણી એઆઈએમઆઇએમ ના વડા અસદુદ્દીન ઓવૈસી સાથે કરતા કહ્યું, "હું બંગાળનો ઓવૈસી છું. ૨૦૨૬માં પશ્ચિમ બંગાળમાં મારા વિના કોઈની પણ સરકાર નહીં બને."

 

વધુમાં તેમણે એક ખુલાસો કરતા કહ્યું કે તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના નિર્માણ અથવા કાનૂની લડત માટે ૩ કરોડ રૂપિયાનું ડોનેશન પણ એકત્ર કર્યું છે. તેમના આ નિવેદનોથી મમતા બેનર્જીની પાર્ટી માટે નવી મુસીબત ઊભી થઈ શકે છે, કારણ કે મુસ્લિમ મતબેંક ટીએમસીનો મુખ્ય આધાર રહી છે. કબીરના બળવાખોર તેવર બંગાળના રાજકારણમાં નવા સમીકરણો રચી શકે છે.

(9:55 AM IST)