News of Friday, 12th December 2025
ફ્લાઈટ ટિકિટના ભાવ આસમાને પહોંચતા દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ: ઈન્ડિગો સીઈઓ તલબ, ડીજીસીએને પણ ફટકાર

વિમાન ટિકિટોના ભાવમાં થયેલા અસહ્ય વધારા અને ઈન્ડિગો એરલાઈન્સની કથિત મનમાની સામે દિલ્હી હાઈકોર્ટ અને ડીજીસીએ એ લાલ આંખ કરી છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે ૪ હજારની ટિકિટ ૩૦ હજાર સુધી કેવી રીતે પહોંચી? આ મામલે ડીજીસીએ એ ઈન્ડિગોના સીઈઓને તાત્કાલિક હાજર થવા ફરમાન કર્યું છે.
તાજેતરમાં વિમાન ટિકિટના દરોમાં થયેલા બેફામ વધારાને ગંભીરતાથી લેતા દિલ્હી હાઈકોર્ટે સિવિલ એવિએશન રેગ્યુલેટર અને એરલાઈન્સ કંપનીઓને આડે હાથ લીધી છે. ખાસ કરીને ઈન્ડિગો ફ્લાઈટના ટિકિટ દરો ૩૫,૦૦૦ થી ૩૯,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પૂછ્યું હતું કે, "આ એક ગંભીર સંકટ છે, સ્થિતિ આટલી ખરાબ કેમ થઈ? જે ટિકિટના ભાવ સામાન્ય રીતે ૪,૦૦૦ રૂપિયા હોય છે તે ૩૦,૦૦૦ સુધી કેવી રીતે પહોંચી શકે?"
હાઈકોર્ટે સરકાર અને ડીજીસીએ ને પણ ફટકાર લગાવતા કહ્યું કે જ્યારે ઈન્ડિગો પોતાની સેવાઓમાં નિષ્ફળ રહી ત્યારે સરકારે શું પગલાં લીધા? કોર્ટે ટિપ્પણી કરી કે તંત્રની બેદરકારીને કારણે જ આવા હાલાત સર્જાયા છે. આ કડક વલણ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સને નોટિસ પાઠવી છે અને આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં રૂબરૂ હાજર થઈને ખુલાસો કરવા આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
