<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

બાંગ્‍લાદેશમાં ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

ઢાકા તા.૧૨: બાંગ્‍લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ સામાન્‍ય ચૂંટણીઓ યોજાશે. ત્‍યાંના મુખ્‍ય ચૂંટણી કમિશનર એએમએમ નસીરુદ્દીને ગુરુવારે સાંજે આ જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીના સામે બળવો કરાયાના દોઢ વર્ષ પછી આ ચૂંટણી યોજાશે. ૫ ઓગસ્‍ટ, ૨૦૨૪ના રોજ બળવો પછી શેખ હસીના બાંગ્‍લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્‍યારથી, મોહમ્‍મદ યુનુસના નેતૃત્‍વમાં ત્‍યાં એક વચગાળાની સરકાર સત્તામાં છે. શેખ હસીનાનો પક્ષ આગામી વર્ષની ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં.

ચૂંટણી પંચે મે-૨૦૨૫માં બાંગ્‍લાદેશના સૌથી મોટા આ પક્ષ અવામી લીગની નોંધણી સ્‍થગિત કરી દીધી હતી. વચગાળાની સરકારે હસીનાના પક્ષના ટોચના નેતાઓની ધરપકડ કરી લીધી છે. અવામી લીગને ચૂંટણી લડવા અને રાજકીય પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. મુખ્‍ય ચૂંટણી કમિશનરે જણાવ્‍યું હતું કે બંધારણીય અને રાજકીય સુધારા માટેના દસ્‍તાવેજ, જુલાઈ ચાર્ટર અંગે તે જ દિવસે લોકમત યોજાશે

(10:13 AM IST)